Tapi mitra news:સુરતમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ગુરૂવારે બપોર સુધી સુરત શહેરમાં ૮૫ અને જીલ્લામાં ૩૫ કેસ નોધાયા છે. આ સાથે કુલ પોઝીટીવ આંક ૧૫ હજારને પાર થઇ જવા પામ્યો છે. બીજી બાજુ કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત નિપજતા મૃત્યુ આંક ૬૫૦ પર પહોચ્યો છે. સુરતમાં કોરોના વાયરસના કારણે લોકોમાં દહેશત દેખાઇ રહી છે. તેમ છતાં લોકો હજુ પણ લાપરવાહી દાખવી રહ્ના છે. પરિણામે કોરોના વાયરસનો શિકાર બની રહ્ના છે. સંક્રમણ ન વધે તે માટે પાલિકા દ્વારા આ તમામ ઉદ્યોગો કોવિડ ૧૯ ની ગાઇડ લાઇનનું પાલન કરે છે કે નહીં તે માટે ચેકીંગ પણ શરૂ કરવામાં આવ્યુ છે. પાલિકા તંત્ર સહિતના સરકારી અધિકારીઓ દ્વારા કોરોના વાયરસનો કહેર કંઇ રીતે ઓછો થાય તે માટે અનેક નિયમોની સાથે કડક પગલાં પણ લીધા છે. તેમ છતાં લોકો હજુ પણ સુધરતા નથી. ગુરૂવારે સુરત શહેરમાં બપોરના ૧૨ વાગ્યા સુધી ૮૫ અને જીલ્લામાં ૩૫ કેસ નોધાયા છે. આમ અત્યાર સુધી સુરતમાં ૧૫,૦૨૨ કેસો નોધાયા છે. જેમાંથી ૧૦,૬૭૧ દર્દીઓ સાજા થઇ ઘરે ગયા છે. અને કોરોનાથી વધુ એકનું મોત નિપજતાં કુલ મૃત્યુઆંક ૬૫૦ પર પહોચ્યો છે. આમ સુરત શહેરમાં ૧૨૦૬૩ અને જીલ્લામાં ૨,૯૫૯ કેસો થયા છે. આમ ગુરૂવારે નોધાયેલા નવા કેસોમાં સિવીલ , સ્મિમેર અને ખાનગી હોસ્પિટલના તબીબો , કાપડ વર્કર , ડાયમંડ વર્કર , નર્સ વગેરે સંક્રમિત થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application