Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ આગની દુર્ઘટના મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું, જવાબદારો સામે કડક કાર્યવાહી થશે

  • August 06, 2020 

Tapi mitra news:અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ પ્રકારની દુર્ઘટનામાં તમામ જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની મેં પણ માંગ કરી છે. મુખ્યમંત્રી દ્વારા પણ આ અંગે તાત્કાલિક ૩ દિવસમાં રિપોર્ટ મળે અને તમામ જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવા આદેશ કરાયા છે. આવી દુર્ઘટના ફરી ન બને તે માટે અન્ય હોસ્પિટલમાં પણ જે કમી હોય તે પુરી કરવી જોઈએ. સી.આર.પાટીલે કહ્યું કે, આ ખૂબ કરૂણ બનાવ છે. સવાર સવારમાં આ અંગે જાણ થઈ તો હલી જવાયું હતું. આ પ્રકારના બનાવોમાં જે પણ જવાબદાર હોય તેની સામે કડક પગલાં લેવાવા જોઈએ. સાથે તપાસ થવી જોઈએ અને જે જવાબદાર હોય તેને સજા અપાવવી જોઈએ. હોસ્પિટલમાં હજુ પણ પુરતી તકેદારી ન રખાતી હોય ત્યાં અને એવા સ્થાનો કે જ્યાં આ પ્રકારના બનાવ બની શકે તેમ હોય ત્યાં પણ તાત્કાલિક ધોરણે સર્વે કરીને યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. સુરતની આગ બાદ પાલિકા દ્વારા સાધનો વસાવવાની સાથે સાથે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તે જ રીતે અમદાવાદમાં પણ સર્વે કરીને નિમયોના આધારે કાર્યવાહી કરવી જોઈએ. જેથી આ પ્રકારના બનાવો ન બને અને પાલિકા તંત્ર કે ફાયર બ્રિગેડ દ્વારા પણ સાધનોની ઉણપ હોય તો તેને વસાવી લેવા જોઈએ.સુરતમાં હાલ ફાયર સેફ્ટીની કમી નથી છતાં એવું હોય તો પાલિકા કમિશનર અને મેયર સાથે વાત કરીને સાધનો વસાવવા જણાવીશ તેમ સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application