Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ શ્રેય હોસ્પિટલ દુર્ઘટનાની ઈફેક્ટ સુરતમાં,૪૫ કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ચકાસણીના આદેશ

  • August 06, 2020 

Tapi mitra news:અમદાવાદની શ્રેય હોસ્પીટલમાં લાગેલી આગની ઈફેક્ટ સુરતમાં પણ જોવા મળી રહી છે. સુરત મનપા વિસ્તારમાં કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાયેલી તમામ ૪૫ હોસ્પિટલમાં મનપા તંત્રએ ફાયર સેફ્ટીની ચકાસણીના આદેશ આપતાની સાથે જ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. તમામ કોવિડ હોસ્પિટલોની બહાર ફાયરની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. શુક્રવારે તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટીને લઇને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે. સુરતમાં ૨૪ મે ૨૦૯ના રોજ તક્ષશીલા આર્કેડની દુર્ઘટના બાદ આખા શહેરમાં ફાયર સેફ્ટી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. સતત એક વર્ષની કામગીરી છતાં પણ અનેક બિલ્ડીંગમાં હજી પણ ફાયર સેફ્ટીના નામે ધાંધીયા જોવા મળી રહ્યાં છે. દરમિયાન અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં મળસ્કે આગ લાગી હતી. તેમા કોરોનાની સારવાર લઈ રહેલાં આઈ.સી.યુ.ના આઠ દર્દીઓના કરૂણ મોત થયાં છે. આ દુર્ઘટના બાદ ફરી એક વાર અમદાવાદ સહિત રાજ્યમાં હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના પ્રશ્ન ઉભા થયાં છે. અમદાવાદની દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાએ પણ પાલિકા વિસ્તારમાં આવેલી તમામ ૪૫ હોસ્પિટલ જ્યાં કોવિડના દર્દીની સારવાર થઈ રહી છે ત્યાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશની સાથે જ હોસ્પીટલની ફાયર સેફ્ટીની વિગતો સાથે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તક્ષશિલા આર્કેડ દુર્ઘટનાને એક વર્ષ પુરૂ થયાં બાદ પણ પાલિકા તંત્રએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ૯૦૦થી વધુ ઈમારતમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હતી. હવે જ્યારે અમદાવાદની દુર્ઘટના બની છે ત્યારે ફરી એક વખત પાલિકા તંત્ર જાગ્યું છે. હાલમાં તો પાલિકા તંત્ર કોવિડ હોસ્પિટલની ફાયર સેફ્ટીની ચકાસણી કરશે. પરંતુ તક્ષશિલા દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ૯૦૦થી વધુ ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાથી તેમની પાસે ફાયર સેફ્ટી ઉભી કરાવી શકી નથી તે પણ એક હકીકત છે. જા કે અમદાવાદની આગની ઇફેકટ સુરત પર પડતાં જ મનપા કમિશ્નર હરકતમાં આવી ગયા હતા. અને તાત્કાલ સુરતની તમામ કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીને લઇને શુક્રવારે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે. શહેરની ૪૫ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. શહેરમાં કુલ ૮ હજારથી વધુ કોવિડ-૧૯ના બેડની સુવિધા કરવામાં આવી છે. અમદાવાદની આગની દુર્ઘટનાથી અગમચેતીના ભાગરૂપે શહેરની કોવિડ-૧૯ તમામ હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા એક ટીમ તૈનાત કરવામાં આવી છે. આગ કે અન્ય દુર્ઘટના વખતે આ જવાન દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ ફાયર ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application