Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વન મહોત્સવ નિમિત્તે ભરૂચ જિલ્લામાં ૧૩ લાખથી વધુ રોપાનું વિતરણ

  • August 06, 2020 

હનીફ માંજુ દ્વારા ભરૂચ : ભરૂચ જિલ્લો રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્ર ધરાવતો વિસ્તાર છે. જિલ્લાના નાયબ વનસંરક્ષકશ્રીની કચેરી ધ્વારા ૭૧ મા વન મહોત્સવ નિમિત્તે ૩૧ વૃક્ષ રથના માધ્યમથી ૧૩,૪૪,૪૧૭ રોપાઓનું વિતરણ કરવામાં આવશે. જિલ્લાના તાલુકાઓમાં વૃક્ષ રથ ધ્વારા વિતરણ કરવાના છે તેમાં ભરૂચમાં ૫ વૃક્ષ રથ ધ્વારા ૬૭ ગામોમાં ૧૨૨૩૪ લાભાર્થીઓને ૧,૨૦,૮૭૩ રોપાઓનું વિતરણ, આમોદમા ૨ વૃક્ષ રથથી ૫૩ ગામોમાં ૨૮૮૮ લાભાર્થીઓને ૯૫૦૭૭ રોપાઓ, જંબુસરમાં ૪ વૃક્ષ રથ ૮૦૨ ગામોમાં ૪૭૦૩ લાભાર્થીઓને ૧,૫૬,૩૦૫, વાગરામાં ૩ વૃક્ષ રથ ધ્વારા ૬૮ ગામોમાં ૪૫૯૪ લાભાર્થીઓને ૨,૨૯,૩૩૦ રોપાઓ, અંકલેશ્વર - હાંસોટમાં ૫ વૃક્ષ રથ ધ્વારા ૬૪ ગામોમાં ૪૭૩૨ લાભાર્થીઓને ૧,૭૭,૨૩૨ રોપાઓ, વાલીયા-નેત્રંગમાં ૫ વૃક્ષ રથ ધ્વારા ૯૮ ગામોમાં ૧૯૬૯૯ લાભાર્થીઓને ૩૫૦૩૫૦ રોપાઓ અને ઝઘડીયામાં ૭ વૃક્ષ રથ ધ્વારા ૧૩૨ ગામોમાં ૭૬૩૪ લાભાર્થીઓને ૨૧૫૨૫૦ રોપાઓનું વિતરણ કરાશે. એમ મળીને કુલ ભરૂચ જિલ્લામાં ૩૧ વૃક્ષરથથી ૫૯૪ ગામોમાં ૫૬૪૮૪ લાભાર્થીઓને ૧૩,૪૪,૪૧૭ રોપાઓનું વિતરણ કરવામાં આવશે તેમ નાયબ વન સંરક્ષક ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application