Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચનો જિલ્લા કક્ષાનો ૭૧ મો વન મહોત્સવ માતરીયા તળાવ ખાતે યોજાયો

  • August 06, 2020 

હનીફ માંજુ દ્વારા ભરૂચ:આજે ભરૂચના માતરીયા તળાવ ખાતે ૭૧ મા વન મહોત્સવ સમારંભના અધ્યક્ષસ્થાનેથી રાજ્ય કક્ષાના આરોગ્ય, પરિવાર કલ્યાણ મંત્રીશ્રી કિશોર કાનાણી(કુમાર)એ નાગરિકોને શહેરને હિલ સ્ટેશન બનાવવા માટેના દરેક નાગરિકોએ સરકાર ધ્વારા પર્યાવરણ જાળવણીના પ્રયાસોને દરેક નાગરિકે વૃક્ષો વાવી અને ઉછેરવા માટેના જન આંદોલન બનાવવા જણાવ્યું હતું. ભરૂચના પનોતાપુત્ર અને સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુન્શીને યાદ કરતાં જણાવ્યું હતું કે, આજથી વર્ષો પહેલા રાષ્ટ્રવ્યાપી વનમહોત્સવ શરૂ કરવા માટેના તેઓ મુખ્ય પ્રણેતા હતા.મંત્રીશ્રીએ દેશના વડાપ્રધાન અને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સરાહનીય પ્રયાસોથી રાજ્યના દરેક જિલ્લામાં વન મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેથી દરેક જિલ્લાઓમાં વાતાવરણ સ્વસ્થ અને સ્વચ્છ રહે. તેઓ તેમનો ઉદ્દેશ હતો. મંત્રીશ્રી કાનાણીના હસ્તે ગ્રામવન હરાજીની આવકમાંથી સીતપોણ ગ્રામ પંચાયતને, ઘોડી ગ્રામ પંચાયત અને વટારીયા ગ્રામ પંચાયતોના સરપંચોને વિકાસના કામો કરવા ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અતિથિપદેથી ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલે ભરૂચ જિલ્લો વધુ ઔદ્યોગિક ક્ષેત્ર ધરાવતો હોઈ જિલ્લાના દરેક નાગરિકોને પોતાના ઘર આંગણે છોડ વાવીને જતન કરીને પર્યાવરણ જાળવવા જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના સારસા અને ફીચવાડા સંસ્થાઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. તદઉપરાંત વર્ષ દરમ્યાન ભરૂચ રેન્જ ફોરેસ્ટના કર્મચારીઓ ધ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશસ્તિ પત્રક આપવામાં આવ્યા હતા. અંકલેશ્વરના ખેડૂત ધ્વારા જમીનમાં દોઢ લાખ કરતાં વધુ વૃક્ષો વાવવા બદલ તેમનું સન્માન કરાયું હતું અને નારાયણ વિદ્યાવિહારના આચાર્યશ્રીનું ગ્રીન કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન પત્ર આપ્યું હતું. આ પ્રસંગે વડોદરાના વન વિભાગના મુખ્ય વન સંરક્ષક શ્રીમતી આરાધના શાહુ, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, અધિક નિવાસી કલેક્ટર જે.ડી.પટેલ, ભરૂચના નગર પ્રમુખ સુરભીબેન વિગેરે ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભમાં ભરૂચ નાયબ વન સંરક્ષક શ્રીમતી ભાવનાબેન દેસાઈએ સ્વાગત પ્રવચનમાં વન મહોત્સવ અંગે માહિતી આપી હતી અને રેન્જ ફેરેસ્ટ અધિકારીશ્રી એ.એલ.પટેલે આભારદર્શન કર્યું હતું. કાર્યક્રમ બાદ મંત્રીશ્રી કિશોર કાનાણીએ વૃક્ષ રથને લીલી ઝંડી આપી વિદાય કર્યો હતો. આ ઉપરાંત મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, વન મહોત્સવનો આ કાર્યક્રમ અત્યારના સમયમાં કોરોનાના મહામારીને કારણે સરકારશ્રી અને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application