Tapi mitra news:કોરોનાના કહેર વચ્ચે ઉકાઈની 56 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે, આરોગ્ય વિભાગના ડો.નૈતિકભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર સોનગઢ તાલુકાના ઉકાઈ વિસ્તારમાં રહેતી 56 વર્ષીય મહિલાને ગત તા.26મી જુલાઈના રોજ કોવિડ-19 જનરલ હોસ્પિટલ-વ્યારા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેમને ન્યુમોનિયાના ચિન્હો જણાયેલ હતા. દર્દીને હાઈપર ટેન્શન, ડાયાબીટીસ મેલાઈટસ, ડાયાબીટીક કીટો-એસીડોસીસ પણ હતું. અને સાથે કોવિડ-19 નો પણ રીપોર્ટ પોઝીટીવ હતો. જેમનું તા.5 ઓગસ્ટ નારોજ રાત્રે 10:૦૦ કલાકે મોત નીપજ્યું છે, મોત નું કારણ સડન કાર્ડિયો રેસ્પાયરેટરી અરેસ્ટ, એક્યુટ રેસ્પાયરેટરી ડીસ્ટ્રેસ સિન્ડ્રોમ, ડાયાબીટીક કીટો-એસીડોસીસ સાથે ડાયાબીટીસ મેલાઈટસ સાથે હાઈપર ટેન્શન હોવાનું કારણ જણાવ્યું હતું,આ સાથે જિલ્લામાં મૃત્યુ આંક કુલ 10 પર પહોચ્યો છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application