Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓ.એલ.એક્ષ. પર વેચવા મુકેલી નેક્ષોન કાર ટેસ્ટ ડ્રાઇવના બહાને બે ચીટર લઇને રફુચક્કર

  • August 05, 2020 

Tapi mitra news:ઓ.એલ.એક્ષ. વેબસાઇટ પર વેચવા મુકેલી ટાટા નેક્ષોન કાર ખરીદવાની તૈયારી દર્શાવી બે ભેજાબાજે કારની ટેસ્ટ ડ્રાઇવ લેવાના બ્હાને મળવા બોલાવ્યા બાદ કાર લઇ રફુચક્કર થઇ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.છે. વેસુ ન્યુ વીઆઇપી રોડ સ્થિત આર્પા બિલ્ડીંગમાં રહેતા ૨૨ વર્ષીય સૌરવ મનોજ મોરેએ ઓએલએક્સ વેબસાઇટ પર પોતાની ટાટા નેક્ષોન કાર નંબર જીજે/૫/આરજી/૧૩૯૭ વેચવા માટે મુકી હતી. આ કાર ખરીદવા માટે બે ભેજાબાજે તૈયારી દર્શાવી સૌરવને વેસુ ન્યુ વીઆઇપી રોડ પર ટેસ્ટ ડ્રાઇવ માટે મળવા બોલાવ્યો હતો. બંન્ને ભેજાબાજે સૌરવને ડ્રાઇવરની બાજુની સીટ પર બેસાડી વેસુ વીઆઇપી રોડથી સેકન્ડ વીઆઇપી રોડ તરફ કાર ચલાવી ટેસ્ટ ડ્રાઇવ લીધી હતી. ત્યાર બાદ ટેસ્ટ ડ્રાઇવ થઇ ગઇ છે તમે અમને વેસુ સેકન્ડ વીઆઇપી રોડ પર કાર ઉભી રાખી હતી અને હવે તમે અમને પીપલોદ પાસે મુકી દો એમ કહી સૌરવને ડ્રાઇવીંગ સીટ પર બેસવા કહ્યું હતું. પરતુ સૌરવ કારમાંથી ઉતરતા જ બંન્ને ભેજાબાજ રૂ. ૧૦.૫૦ લાખની કિંમતની કાર લઇ ભાગી ગયા હતા. આ જોઇને સૌરભે જોર જોરથી બુમો પાડી લોકોની મદદ લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગઠીયાઓ ભાગવામાં સફળ રહ્યા હતા. ઘટના અંગે સૌરવે ખટોદરા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application