Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરાછામાં આવેલા શો રૂમમાં ફ્રીજ બુકીંગ કરાવવા જતાં રત્નકલાકાર લુંટાયો

  • August 05, 2020 

Tapi mitra news:રક્ષાબંધનમાં બહેનને ફ્રીજ ગીફ્ટ આપવા માટે રત્નકલાકાર મિત્રના નામે કરાવેલી લોન હપ્તા નહીં ભરશે તેવા ડરથી કેન્સલ કરાવી દેતા ઉશકેરાયેલા મિત્રએ રત્નકલાકારનું કારમાં અપહરણ કરી માર મારી મોબાઇલ ફોન લૂંટી લેતા મામલો કાપોદ્રા પોલીસ મથકમાં પહોંચ્યો હતો. કાપોદ્રા સક્રતા સોસાયટીમાં રહેતા રત્નકલાકાર ૪૩ વર્ષીય અશ્વીન છગન લક્કડના નામે લોન લઇ મિત્ર ભાવીન હરજી સંઘાણીએ બે દિવસ અગાઉ વરાછાના વિજય સેલ્સ નામના શો રૂમમાં ફ્રીજ બુકિંગ કરાવ્યું હતું. ભાવીને રક્ષાબંધનમાં બહેનને ગીફ્ટ આપવા માટે બુકિંગ કરાવેલું ફ્રીજ અશ્વીને લોનના હપ્તા નહીં ભરે તો પોતે ભરવા પડશે તેવા ડરથી બીજા દિવસે લોન કેન્સલ કરાવી દીધી હતી. જેથી ભાવીન અશ્વીનને ફોન પર ગાળો આપી હતી અને તેના ઘરે પહોંચી જઇ ટેક્સી પાર્સીંગની વેગન આર કારમાં અન્ય મિત્ર વિજય ધીરૂભાઇ માલવીયા સાથે ઘસી આવી અપહરણ કરી સહારા દરવાજા વિસ્તારમાં લઇ આવ્યો હતો. તે દરમ્યાન ચાલુ કારમાં માર માર્યો હતો ઉપરાંત સહારા દરવાજા સ્મીમેર હોસ્પિટલની સામે ખુલ્લી જગ્યામાં લઇ જઇ મોબાઇલ ફોન લૂંટી લીધો હતો અને આજે તને પતાવી દેવાનો છે એમ કહી ત્યાં પણ માર માર્યો હતો. પરંતુ ત્યાંથી પસાર થતા બે રાહદારીઓએ અશ્વીનને બચાવી લીધો હતો અને આ અંગે પોલીસ કમિશનરને અરજી આપવા ઉપરાંત કાપોદ્રા પોલીસ મથકમાં અપહરણ - લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application