Tapi mitra news:સુરતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્ના છે. તેમ છતાં પાલિકા દ્વારા લેવામાં આવેલા તમામ પગલા કંઇક અંશે નિષ્ફળ ગયા છે. લોકો સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક તથા સેનેટાઇઝરનો ઉપયોગ કરવામાં હજુ પણ હિચકીચાઇ રહ્ના છે. જેથી સુરતમાં કોરોના વાયરસનો આંકડો વધી રહ્ના છે. બુધવારે બપોરના ૧૨ વાગ્યા સુધી સુરત શહેરમાં ૮૫ અને જીલ્લામાં ૪૫ કેસની સાથે ૧૩૦ કેસ નોધાયા છે. જયારે કોરોનાથી વધુ બે ના મોત નિપજતાં મૃત્યુઆંક ૬૪૫ પર પહોચ્યો છે.
સુરત શહેરમાં ૧લી ઓગષ્ટથી હિરા અને કાપડ ઉદ્યોગ ફરીથી ધમધમતા થઇ ગયા છે. જેને લઇને કોરોના વાયરસનું સંક્રમણ વધશે તેવી દહેશત તંત્રને જણાઇ રહી છે. સંક્રમણ ન વધે તે માટે પાલિકા દ્વારા આ તમામ ઉદ્યોગો કોવિડ ૧૯ ની ગાઇડ લાઇનનું પાલન કરે છે કે નહીં તે માટે ચેકીંગ પણ શરૂ કરવામાં આવ્યુ છે. પરંતુ સુરત શહેરમાં છેલ્લાં ૨૦ દિવસથી કોરોના વાયરસનો કહેર જાવા મળી રહ્ના છે. જેના પગલે લોકોમાં દહેશત દેખાઇ રહી છે. પાલિકા તંત્ર સહિતના સરકારી અધિકારીઓ દ્વારા કોરોના વાયરસનો કહેર કંઇ રીતે ઓછો થાય તે માટે અનેક નિયમોની સાથે કડક પગલાં પણ લીધા છે. તેમ છતાં લોકો હજુ પણ સુધરતા નથી. પાલિકા દ્વારા આજદીન સુધી લગભગ ૧.૩૦ કરોડથી વધુનુ સોશ્યલ ડિસ્ટન્સ , માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ ન કરવા બદલ ૩૦ હજાર લોકો પાસેથી દંડ વસુલ કરી ચુકી છે. બુધવારે સુરત શહેરમાં બપોરના ૧૨ વાગ્યા સુધી ૮૫ અને જીલ્લામાં ૪૫ કેસ નોધાયા છે. આમ અત્યાર સુધી સુરતમાં ૧૪,૭૯૫ કેસો નોધાયા છે. જેમાંથી ૧૦,૩૯૪ દર્દીઓ સાજા થઇ ઘરે ગયા છે. અને કોરોનાથી વધુ બે ના મોત નિપજતાં કુલ મૃત્યુઆંક ૬૪૫ પર પહોચ્યો છે. આમ સુરત શહેરમાં ૧૧,૮૭૬ અને જીલ્લામાં ૨,૯૧૯ કેસો થયા છે. આમ બુધવારે નોધાયેલા નવા કેસોમાં સિવીલ , સ્મિમેર અને ખાનગી હોસ્પિટલના તબીબો , કાપડ વર્કર , ડાયમંડ વર્કર , નર્સ વગેરે સંક્રમિત થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application