Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રામ મંદીર ભુમિપુજનના સમયે રીંગરોડ માર્કેટમાં રામધુન વગાડવામાં આવી 

  • August 05, 2020 

Tapi mitra news:અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હોવાથી કાપડ બજારમાં માર્કેટોમાં લાઇટિંગ કરી ઉજવણી કરવામાં આવી છે. સુરત ટેક્સટાઇલ માર્કેટ , શ્રીરામ ટેક્સટાઇલ માર્કેટ અને રઘુવીર બિઝનેસ એમ્પાયરને રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવી છે. બપોરના ૧૨:૧૫ કલાકે માર્કેટોમાં લાઉડ સ્પીકર દ્વારા રામ ધુન વગાડવામાં આવી હતી. જેમાં વેપારીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. અયોધ્યા રામ મંદીરના ભૂમિપૂજન આ કાર્યક્રમને ધ્યાનમાં લઈને સુરતમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્ના છે. રીંગરોડની વિવિધ માર્કેટ એસોસિએશનને ઉજવણીમાં સામેલ થવા માટે માર્કેટોને દિવાળીમાં જે પ્રકારે લાઈટિંગથી સજાવવામાં આવે છે તે જ પ્રકારે માર્કેટ સજાવવાની વેપારીઓને અપીલ કરવામાં આવી હતી. જોકે શ્રીરામ ટેક્સ્ટાઇલ માર્કેટ અને રઘુવીર બિઝનેસ એમ્પાયર માર્કેટ મેનેજમેન્ટે તો બે દિવસ પહેલાં જ માર્કેટને લાઈટિંગથી સજાવવાની જાહેરાત કરી હતી. આમ સુરત રીંગરોડની વિવિધ માર્કેટોમાં લાઇટીંગ કરવામાં આવી છે. બુધવારે રામ મંદીરના ભૂમિપૂજનના ૧૨ :૧૫ વાગ્યાના મુરત સમયે વિવિધ માર્કેટમાં લાઉડ સ્પીકર દ્વારા ગવાનારી રામધુનમાં વેપારીઓને પોતાની દુકાન બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. આમ સમગ્ર માર્કેટ રામની ભકિતમાં લીન થઇ ગઇ હતી. આ ઉપરાંત સારોલી સ્થિત રઘુવીર બિઝનેસ એમ્પાયરમાં તો માર્કેટને ભગવા ઝંડાઓથી સજાવવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application