Tapi mitra news:અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનો શિલાન્યાસ થયો છે ત્યારે સુરતમાં રહેતા પૂર્વ નગર સેવક દીપકભાઈ આફ્રિકાવાલાએ અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર ભવ્ય રામ મંદિર બનાવવા માટે અગાઉ આંદોલનમાં સહભાગી થઈ શહેરની જવાબદારી સંભાળી હતી. ૧૯૮૮માં ઘરે ઘરે જઈને જન જાગરણ આંદોલન ચલાવી ૧૧૧૧૧ શિલાઓનું પૂજન કરીને ૧૯૯૦માં અયોધ્યા મોકલી હતી. આજે અયોધ્યામાં શિલાન્યાસ પ્રસંગે પણ તેમના તરફથી એક કીલો ચાંદીની ઈંટ તથા હીરા પન્ના માણેક મોતી સહિતના નવગ્રહની રામજી મંદિર બાલાજી રોડ મુકામે ગિરવાન મહારાજ પાસે દીપકભાઈ અને તેમના ધર્મપત્ની જાગૃતીબેન આફ્રિકાવાલાએ પૂજા અર્ચના કરી આ ચાંદીની ઈંટ તથા નવગ્રહ અયોધ્યા મોકલી આપ્યા છે.૧૯૮૮માં ચલો અયોધ્યા આંદોલન ચાલુ થયું હતું. ઘરે ઘરે જઈ ઈંટોનું પૂજન કરીને તે તમામ ઈંટો એકઠી કરીને પછી સામૂહિક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શિલાનું પૂજન કર્યું હતું. ૧૯૯૦માં આ તમામ ઈંટો રામજન્મ સ્થળ અયોધ્યા મોકલી આપવામાં આવી આવી હતી. ચલો અયોધ્યા અડવાણીજીના નેતૃત્વમાં રથયાત્રામાં પણ આફ્રિકાવાલા જોડાયા હતાં. રેલીમાં રામનો ડ્રેસ પહેરી રામ બનીને ફર્યા હતાં. હાથમાં ધનુષ બાણ સાથે તે વખતના નેતાઓ પણ તેમની સાથે જોડાયા હતાં.દીપક આફ્રિકાવાલાએ જણાવ્યું હતું કે, એ વખતે અધુરૂ રહી ગયેલું સ્વપ્ન આજે સાકાર થયું છે. ભગવાન રામની પ્રતિમા મંદિરમાં બિરાજમાન થશે એ કરોડો હિન્દુઓનું સ્વપ્ન હતું તે પુરૂં થવા જઈ રહ્યું છે. જેથી શિલાન્યાસની સાથે દીપક આફ્રિકાવાલાએ પોતાના ઘરે અને ઓફિસે મીઠાઈ વહેંચી તથા ફટાકડા ફોડી ઉજવણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application