Tapi mitra news;ડીંડોલી ભેસ્તાન આવાસ વિસ્તારમાં રાત્રે હત્યાની ઘટના બની છે. ડીંડોલી પાંજરાપોળ પાસે આવેલા ભેસ્તાન આવાસ પાસે ઈમરાન નામના માથાભારે યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ઈમરાનને આંતરી એક પરિવારે તેના મિત્રની મદદથી રૂપિયા ૫૦ હજારની ખંડણીની માંગણી કરી ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી રહેશી નાંખ્યો હતો. મૃતકના પરિવારે હત્યા માથાભારે આસીફ ટામેટાએ તેના સાગરીતો પાસે કરાવી હોવાના આક્ષેપ કર્યા છે. લાજપોર જેલમાં આસીફ ટામેટા સાથે મૃતકનો ઝઘ઼ડો થયો હતો ત્યારે આસીફ ટામેટાએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ઉનગામ તળાવખંજરનગર ખાતે રહેતો ૨૬ વર્ષિય ઈમરાનખાન ઉર્ફે ઈમરાન બુઢવ જમીલખાન પઠાણ માથાભારે તરીકે છાપ ધરાવતો હતો.મંગળવારે રાત્રે ઈમરાનખાન ઉનપાટીયામાં રહેતો પોતાનો મિત્ર ૨૦ વર્ષિય તોફિક જાકીર પટેલ સાથે બાઈક ઉપર ભેસ્તાન આવાસમાં નોનવેઝ લેવા માટે ગયો હતો. તે વખતે ભેસ્તાન આવાસના ગેટ નવં-૨ પાસે મોયા ઉર્ફે બટકા, તેની પત્ની, પુત્ર શાહરૂખ, અકબર ઉર્ફે લંગડાએ તેને આંતરી ઉભો રાખ્યો હતો. ત્યારબાદ મોયાએ ગાળાગાળી કરી ઈમરાનખાન પાસે રૂપિયા ૫૦ હજારની માંગણી કરી હતી. જાકે ઈમરાનખાને પૈસા શા માટે આપવાના કહેતા ઝઘડો થયો હતો.જાત જાતમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. તેમાં મોયા અને તેની સાથે આવેલા શખ્સો ઉશ્કોરાઇ ગયા હતા. તમામે એકબીજાની મદદગારીથી ઈમરાનખાન ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી પતાવી દીધો હતો. આ ખુની ખેલ બાદ તમામ ભાગી ગયા હતા. ભેસ્તાન આવાસમાંથી લોકો દોડી આવ્યા હતા.તાત્કાલ આ બનાવ અંગે ડીંડોલી પોલીસને જાણ થતા પીઆઇ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી એક ચપ્પુ પણ મળી આવ્યું છે.પોલીસે લાશનો કબજા લઇ પી.એમ અર્થે હોસ્પિટલમં મોકલી આપી હતી. આ બનાવ અંગે પોલીસે મૃતક ઈમરાનખાનના મિત્ર તોસીફ પટેલની ફરિયાદ લઈ ચારેય સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.મૃતક ઈમરાનખાનના પરિવારે હત્યા આસીફ ટામેટાએકરાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. મોયા ઉર્ફે બટકો આસીફ ટામેટાના માણસો છે. અને ઈમરાનખાન હત્યાની કોશીષના ગુનામાં લાજપોર જેલમાં હતો તે વખતે આસીફ ટામેટા સાથે લાજપોર જેલમાં ઝઘડો થયો હતો. ત્યારે આસીફ ટામેટાએ તેને જેલની બહાર નિકળશે ત્યારે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઈમરાનખાન પાંચ મહિના પહેલા જેલમાંથી જામીન પર છુટ્યો હતો . આ અંગેની વાત તેના પરિવારને કરી હતી.આરોપી પકડાયા બાદ હત્યામાં આસીફ ટામેટાની સંડોવણી છે કે નહી તે બહાર આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application