Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જે.કે.પેપર મિલ માંથી જુના મજૂરો કાઢી નવા મજૂરોની ભરતી કરવાનો ચાલતો ખેલ !! ફેક્ટરી ઇન્સ્પેકટર વિરુધ્ધ કાયદાકીય પગલા લેવા જેડીયુ પાર્ટીનું આવેદનપત્ર

  • August 04, 2020 

Tapi mitra news:જે.કે.પેપર મિલના સંચાલકો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી જુના મજૂરો કાઢી નવા મજૂરોની ભરતી કરવાનો ખેલ ચાલી રહ્યો હોવાની ચર્ચા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે. યેનકેન પ્રકારે મજુરોને હેરાનપરેશાન કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે, આજરોજ સવારના સમયે ગેટપાસ મુદ્દે મજુરોને કંપનીની અંદર પ્રવેશ આપવામાં ન આવતા ગેટ બહાર મજૂરોની ભારે ભીડ જામી હતી જેમાં સોસીયલ ડીસ્ટન્સના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા.જોકે જેડીયુ પાર્ટી દ્વારા રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર જીલ્લા કલેકટરને આપી મજુરોના હિતમાં ન્યાયની માંગ કરી છે. તાપી જીલ્લા કલેકટરને આપવામાં આવેલ આવેદનપત્ર અનુસાર સોનગઢ-ઉકાઈ માર્ગ પર આવેલ જે.કે.પેપર મિલ સીપીએમ યુનિટમાં કામદારો વર્ષોથી કામ કરે છે. તેમને હાલ છુટા કરવામાં આવેલ છે. છુટા કર્યા બાદ કોન્ટ્રાક્ટર સ્વાતી એન્ટરપ્રાઈઝ, વિજયભાઈ રામારાવ અને કુમાર કોન્ટ્રાક્ટર દ્વારા એવું જણાવવામાં આવે છે કે તમારે મહિનામાં 15 દિવસ જ નોકરી કરવી, આજદિન સુધી મહિનામાં પુરેપુરા દિવસ કામ કરેલ છે, તો પંદર દિવસમાં ઘરનું ગુજરાન કેવી રેતી ચાલે ? ઈજારદારો દ્વારા મજૂરો સાથે અન્યાય કરવામાં આવે છે. મજુર વર્ગને આઇડેન્ટી કાર્ડ આપવામાં આવતા નથી. 15 વર્ષથી આઇડેન્ટી કાર્ડ વિના ગેટની અંદર દાખલ થઈને કોન્ટ્રાક્ટમાં મજૂરો કામ કરતા આવેલ છે, અને ગેટ પર હાલમાં આઇડેન્ટી કાર્ડ માંગવામાં આવે છે. તેના કારણે પણ મજુરોને અંદર જવા દેવામાં આવતા નથી. આવી રીતે વારંવાર કોન્ટ્રાક્ટરો દ્વારા મજુર વર્ગને હેરાન પરેશાન કરવામાં આવે છે. લોકડાઉનમાં કંપની બંધ હતી તે સમયગાળા દરમ્યાન લેબરો ને ઘરેથી બોલાવીને કામ કરાવતા હતા અને મિલ  રેગ્યુલર ચાલુ થઈ હોવાછતાં હવે બહાના બતાવી લેબરોને છુટા કરવામાં આવે છે. તથા જુના મજુરોને કાઢીને નવા મજૂરોની ભરતી કરી કામ કરાવવામાં આવે છે. મજુર વર્ગ કોઇપણ ફરિયાદ કરે તો (રમેશસિંગ,ફેક્ટરી ઇન્સ્પેકટર) દ્વારા પોલીસ સ્ટેશનની ધમકી આપવામાં આવે છે. તેની સામે પણ કાયદાકીય પગલા લઇ તપાસ કરાવી કોઇપણ મજુર કામ વગર રહે નહી અને મજૂરોનું શોષણ થાય નહી તેવી કાર્યવાહી કરવા જનતા દળ યુનાઇટેડ પાર્ટી-તાપી દ્વારા રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર જીલ્લા કલેકટરને આપી મજુરોના હિતમાં ન્યાયની માંગ કરી છે. igh light-15 વર્ષથી આઇડેન્ટી કાર્ડ વિના ગેટની અંદર દાખલ થઈને કોન્ટ્રાક્ટમાં મજૂરો કામ કરતા આવેલ છે, અને ગેટ પર હાલમાં આઇડેન્ટી કાર્ડ માંગવામાં આવે છે.  high light-લોકડાઉનમાં કંપની બંધ હતી તે સમયગાળા દરમ્યાન લેબરો ને ઘરેથી બોલાવીને કામ કરાવતા હતા અને મિલ  રેગ્યુલર ચાલુ થઈ હોવાછતાં હવે બહાના બતાવી લેબરોને છુટા કરવામાં આવે છે. high light-જુના મજુરોને કાઢીને નવા મજૂરોની ભરતી કરી કામ કરાવવામાં આવે છે.

high light-સ્થાનિક સમાચારો આપના વોટ્સઅપ નંબર પર મેળવવા માટે 78200 92500 નંબર ઉપર આપનું અને આપનાં ગામનું નામ લખી મોકલવાનું રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application