Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોડાદરામાં સીએનજી પંપના કેશિયરને લૂંટી લેવાના પ્રકરણમાં મુખ્યસુત્રધાર લોડેડ પિસ્તોલ સાથે પકડાયો

  • August 04, 2020 

Tapi mitra news:એક માસ અગાઉ ગોડાદરા રોડ પર સી.એન.જી પંપના કેશિયરને ચાકુ અને પિસ્તોલની બતાવી  રોકડા રૂપિયા ૫.૨૭ લાખ લૂંટી લેનાર ગેગના મુખ્ય સુત્રધારને ક્રાઈમ બ્રાન્ચે લીંબાયત વિસ્તારમાંથી લોડેડ પિસ્તોલ સાથે ઝડપી પાડયો છે, ક્રાઈમ બ્રાન્ચે લોડેડ પિસ્તોલ,૬ કારતુસ,મોબઇલ અને રોકડા ૪૬ હજાર મળી કુલ રૂ.૮૧૬૦૦/- ની મતા કબજે કરી છે. આરોપી  અગાઉ ૧૨ જેટલા ગુનામાં પકડાયો હતો.બે પાસા પણ કાપી ચૂક્યો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુસર નવ નિયુક્ત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે સુચના આપી હતી. જેને પગલે નાયબ પોલીસ કમિશનર રાહુલ પટેલ, મદદનીશ પોલીસ કમિશનર આર.આર,.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે અગલ-અલગ ટીમો બનાવી શહેરમાં પેટ્રોલિંગ શરૂ કરી હતી, તે દરમિયાન પીએસઆઈ પી.એમ.વાળાની સ્કર્વોડના પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે એક  મહિના પહેલા લીબાયત ગોડાદરા રોડ ઉપર શ્રીજી સી.એન.જી પંપના કેશિયરને ચપ્પુ અને પિસ્તોલની બતાવી રોકડા રૂપિયા ૫.૨૭  લાખ લૂંટી લેવાના ગુનામાં વોન્ટેડ આરોપી લોડેટ પિસ્તોલ સાથે લિંબાયત વિસ્તારમા ફરે છે. આ હકીકતના આધરે ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી પલસાણા જોળવાની આરાધના ડ્રીમ સોસાયટીમાં રહેતો સાગર રમેશ ભોયને લોડેટ પિસ્તોલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે સાગર પાસેથી છ કારતુસ, રોકડા ૪૬ હજાર અને મોબઇલ મળી કુલ રૂપિયા ૮૧,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે સાગરની પુછપરછ કરતા રૂપિયા ૫.૨૭ લૂંટ કર્યા બાદ બાઇક તે પોતાના  ઘરે ગયો હતો. ત્યારબાદ પોતાના સાગરીતો સાથે લુંટની રકમ સરખે હિસ્સે વહેંચી લીધી હતી. ત્યારબાદ ડીંડોલી નીલકંઠ સોસાયટીમાં રહેતા પોતાનો સાગરીત ભગવાન ગોપાલ પાટીલ અને ભટ્ટ ઉર્ફે રાજ કાશીનાથ ચૌધરીને પિસ્તોલ છુપાવા માટે આપી હોવાની કબુલાત કરી હતી. પોલીસે કબજે લીધા રોકડા રૂ. ૪૬ હજાર  ગોડાદરામા કરેલી રૂ.૫.૨૭ લાખની લુંટના છે. આ ઉપરાંત સાગર રમેશ ભોય અગાઉ લીંબાયત, સરથાણા, પાંડેસરા, ડિંડોલી, ઉધનામાં ૧૨ લૂંટના ગુનામાં પકડાય ચુક્યો છે તેમજ બે વખત પાસા પણ કાપી ચુક્યો છે.ક્રાઈમ બ્રાન્ચે અગાઉ આ લુંટના ચાર આરોપીએ દબોચ્યા લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application