Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત કોર્ટમાં કેસોનું ફીઝીકલ ફાઈલીંગની કાર્યવાહી શરૂ 

  • August 04, 2020 

Tapi mitra news:ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ મુજબ તા.૪થી ઓગષ્ટથી સુરત કોર્ટ બિલ્ડીંગમાં વિવિધ કેસોના ફીઝીકલ ફાઈલીંગની કાર્યવાહીનો શુભારંભ કરવામાં આવ્યો છે. સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલ કહે છે કે ૪ ચાર ડબ્બા હશે જેમાં વકીલોએ અરજી મૂકવાની રહેશે. ત્યારબાદ વર્ચ્યુઅલ દલીલો જ થશે. ૩૧મી ઓગષ્ટ સુધી આ જ રીતે કોર્ટ પ્રોસિઝર ચાલશે. કોરાના વાયરસના સંક્રમણને અટકાવવા ઉચ્ચત્તમ ન્યાયાલયોના માર્ગદર્શન મુજબ છેલ્લાં ત્રણ-ચાર માસથી સુરત સહિત રાજ્યભરની કોર્ટોમાં અરજન્ટ સિવાયની તમામ કેસ કાર્યવાહી બંધ રાખવામાં આવી હતી. અલબત્ત લોકડાઉનના તબક્કાવાર હાઈકોર્ટે ઈ-ફાઈલીંગ,વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી સુનાવણી હાથ ધરવા તથા મુદ્દામાલ અરજીઓ સહિત કામોને અરજન્ટ તરીકે ચલાવવા જરૂરી નિર્દેશ આપ્યા હતા. છેલ્લાં ત્રણ ચાર માસથી અરજન્ટ સિવાયની અન્ય કોર્ટ કાર્યવાહી મોકુફ રહેવાને પગલે વકીલોની હાલત કફોડી થવા પામી છે. જેથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારો દ્વારા વકીલોની પરિસ્થિતિથી ચીફ જસ્ટીસને અવગત કરાવીને આ મામલે સાનુકુળ પગલાં ભરવા રજૂઆત કરી હતી. જેના પગલે સુરત કોર્ટમાં રેલ્વે કોર્ટ સિવાય મુખ્ય કોર્ટ બિલ્ડીંગમાં અલગ અલગ ચાર કેટેગરીના કેસો સંદર્ભે ફીઝીકલ ફાઈલીંગની કાર્યવાહીનો પ્રારંભ કરાયો છે..જે માટે હાઈકોર્ટના નિર્દેશ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વી.કે.વ્યાસે કોર્ટ બિલ્ડીંગના પ્રવેશ ગેટ નં.૧ પર કલેકશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જેથી વકીલો તથા પક્ષકારોએ નિયત ૧૧ થી ૨ કલાક દરમિયાન સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવવાથી માંડીને  ફરજિયાત માસ્ક પહેરીને સીલબંધ કવરમાં ફીઝીકલ ફાઈલીંગની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.ત્યારબાદ વકીલો-પક્ષકારોએ બિન જરૃરી કોર્ટ બિલ્ડીંગમાં રહેવાને બદલે સ્થળ છોડી જવાનું રહેશે. સેશન્સ કેસોમાં રજુ થતી જામીન અરજી,સર્ચ વોરંટ,ભરણ પોષણની રીકવરી,મુદ્દામાલ અરજી તથા તે સંબંધિત રીવીઝન અરજી હાઈકોર્ટની સુચના મુજબ અરજન્ટ સ્વરૂપની ગણવાની હોઈ વકીલોએ સીલબંધ કવર પર લાલ શાહીથી અરજન્ટ લખવાનું રહેશે. જિલ્લા વકીલ મંડળના અધિકૃત્ત વકીલો સિવાય કોઈપણ વકીલ,નોટરી કે પક્ષકારે કેસોના ફીઝીકલ ફાઈલીંગની કામગીરી સિવાય કોર્ટ સંકુલમાં પ્રવેશ કરવાનો નથી. મંગળવારથી કોર્ટમાં તમામ અરજીઓ ચાલશે અને  વકીલોએ દલીલો ઓનલાઇન જ કરવાની રહેશે. જ્યારે તમામ પ્રકારની અરજીઓ કોર્ટની બહાર ગેટ પાસે મૂકેલાં ડબ્બામાં મૂકવા માટે વકીલોએ કામગીરી શરૂ કરી છે. સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ પટેલ જણાવ્યુ હતું કે, ૪ ચાર ડબ્બા હશે જેમાં વકીલોએ અરજી મૂકવાની રહેશે. ત્યારબાદ વર્ચ્યુઅલ દલીલો જ થશે. ૩૧મી ઓગષ્ટ સુધી આ જ રીતે કોર્ટ પ્રોસિઝર ચાલશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application