Tapi mitra news:કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. મંગળવારે બપોર સુધી સુરત શહેરમાં ૭૫ અને જીલ્લામાં ૩૫ મળી કુલ ૧૧૦ કેસો નોધાયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધી ૧૪,૫૩૦ કેસો નોધાયા છે. જેની સામે મરણાંક પણ વધી રહ્યો છે. બપોરે લગભગ ત્રણ વ્યકિતઓના નિપજ્યા હોવાનું જાણવા મળ્યુ છે. આ સાથે મૃત્યુઆંક ૬૩૫ પર પહોચ્યો છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના ભાઈ પ્રકાશભાઈ પાટીલનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે દિન પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો નોધાઇ રહ્ના છે. તેની સાથે મોતનો આંકડો પણ વધી રહ્ના છે. સુરતમાં કોરોના વાયરસનો કહેર કંઇ રીતે ઓછો થાય તે માટે સરકાર તમામ પ્રકારના પગલા લઇ રહી છે. પરંતુ કેસો દિવસેને દિવસે વધી રહ્ના છે. તે જાતા ટેક્ષટાઇલ માર્કેટ , હિરા ઉદ્યોગ અને અન્ય દુકાનદારો સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળી રહ્ના છે. કેટલાંક વેપારીઓએ કામના કલાકો પણ ઘટાડી દીધા છે. આમ લોકો હવે આરોગ્યલક્ષી ચિંતા કરવા લાગ્યા છે. બીજી બાજુ મનપા કમિશ્નર પણ દરેક ઝોનમાં જઇ કલસ્ટર વિસ્તારની મુલાકાત લઇ રહ્ના છે. સોસાયટીઓના પ્રમુખોની સાથે મીટીંગ કરી કોરોના વિશેની મહત્વની સુચનાઓ આપી તેનો અમલ કરવાનો આગ્રહ કરી રહ્ના છે. તેમ છતાં કોરોના વાયરસના કેસો વધુને વધુ સામે આવી રહ્ના છે. મંગળવારે બપોર સુધી સુરત શહેરમાં નવા ૭૫ કેસો સામે આવ્યા છે. આ સાથે સુરત શહેરમાં અત્યાર સુધી ૧૧,૬૭૨ દર્દીઓ નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં નવા ૩૫ કેસો નોધાયા છે. આ સાથે જીલ્લામાં ૨,૮૫૮ કેસ મળી અત્યાર સુધી સુરતમાં કુલ ૧૪,૫૩૦ કેસો થયા છે. દર્દીઓની સંખ્યાને લઈને મનપાનું આરોગ્ય તંત્ર વધુ સઘન કામગીરી કરવા અને મહત્તમ ટેસ્ટ કરવા કામે લાગી ગયું હતું. મનપા દ્વારા કોરોનાનાં લક્ષણો ધરાવતા દર્દીઓની વિગતો મેળવી ઘરે-ઘરે સર્વે કરીને સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કવોરન્ટીન કરવાની સાથે આરોગ્ય લક્ષી પગલા લેવામાં આવી રહ્યા છે.કોરોના વાઈરસનો ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદ આઇસોલેશનમાં ખસેડાયેલા કુલ ૧૦,૦૬૦ દર્દીઓ સાજા થઇ ગયા છે. મનપા દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવતા લોકોને પણ ક્વોરન્ટીન કરવાની કામગીરી ચાલી રહી છે. ૩૧ હજારથી વધુ લોકો ક્વોરન્ટીન છે જેમાંથી ૫ લોકો સરકારી ફેસીલીટીમાં છે. મંગળવારે બપોર સુધી ત્રણના મોત થયા હોવાનું જાણવા મળ્યુ છે. અત્યાર સુધી મૃત્યુઆંક ૬૩૫ પર પહોચ્યો છે. જેમાં નવા નોધાયેલા કેસોમાં રાંદેર , અઠવા અને વરાછામાં સૌથી વધુ કેસો હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં સિવીલ , સ્મિમેર , પ્રાઇવેટ તબીબો , ડોકટરો , નર્સ , કાપડ દલાલ , રત્ન કલાકાર વગેરે સંક્રમિત થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500