Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માસીયાઈ ભાઈને રાખડી બાંધવા જતા બહેનના પરિવારનો અકસ્માત, પતિનું મોત

  • August 04, 2020 

Tapi mitra news:ઓપલાડ-દાંડી રોડ નજીક સંકેત આશ્રમ પાસે ગતરોજ બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક સવાર દંપતી અને બં સંતાનોને ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પતિનું મોત નીપજ્યું છે. જ્યારે પત્ની અને બંને બાળકોની સારવાર ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, માસીયાઈ ભાઈને રાખડી બાંધવા જતા બહેનના પરિવારને અકસ્માત નડ્યો હતો. ભટાર વિસ્તારમાં આવેલા હળપતિવાસમાં ૪૦ વર્ષિય મુકેશ સુખાભાઈ રાઠોડ પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા. મુકશેભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રક્ષાબંધનને લઈને ૩૫ વર્ષિય પત્ની નયનાને લઈને પીપલોદ ખાતે રહેતા તેના ભાઈને રાખડી બાંધવા ગયા હતા. ત્યારબાદ ઓલપાડ ખાતે રહેતા માસીયાઈ ભાઈને રાખડી બાંધવા નીકળ્યા હતા. દરમિયાન અકસ્માત નડ્યો હતો.ઓલપાડ જતા સમયે દાંડી રોડ નજીક સંકેત આશ્રમ પાસે સામેથી આવતી બાઈક સાથે તેમની બાઈકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં મુકેશભાઈ, તેમની પત્ની નયનાબેન, પુત્ર જય અને પુત્રી તાની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં મુકેશભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે પત્ની અને બંને બાળકોની સારવાર ચાલી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application