Tapi mitra news:શહેરમાં સવારે પાંચ વાગ્યે ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાનું કોરોનાથી મોત નિપજતા ભાજપમાં શોક જોવા મળ્યો હતો. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા દસ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.
સુરત શહેર ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાનું કોરોનાથી મોત થયું છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ છેલ્લા દસ દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. દરમિયાન મંગળવારે સવારના પાંચ વાગ્યાના સમય દરમિયાન હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધા હતા. તંત્ર દ્વારા કોવિડની ગાઈડ લાઈન અને પ્રોટોકોલ મુજબ અંતિમવિધિ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉર્મિલાબેન શંકરલાલ રાણા વર્ષ ૨૦૧૧-૧૨ દરમિયાન સગરામપુરાના વોર્ડ નંબર ૨૪ના કોર્પોરેટર હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application