Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના કેટલાક વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોન નિયંત્રણોમાંથી મુક્ત કરાયા

  • August 04, 2020 

Tapi mitra news:કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ,તાપી જિલ્લાના વ્યારામાં લક્ષ્મીપાર્ક ગલી ૩ અને ૨ વિસ્તારને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર)/ બફરઝોન જાહેર કરવામાં આવેલ હતા. પરંતુ ઉકત વિસ્તારોમાં મળી આવેલ કોરોના પોઝીટીવ વ્યકિતની સારવાર બાદ સદર કેસ નેગેટીવ આવેલ છે તથા છેલ્લા ૧૪ દિવસના ડેઇલી સર્વેલન્સ રિપોર્ટ મુજબ આ વિસ્તારમાં COVID-19નો કોઈ નવો કેસ મળી આવેલ ન હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.જે.હાલાણી દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ઘી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-૨ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ આ વિસ્તારોને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તથા બફર એરીયા તરીકે જાહેર કરતો હુકમ તા.૦૨.૦૮.૨૦૨૦થી ઉઠાવી લેવામાં આવ્યો છે. આ અંગે વખતો-વખત પ્રસિઘ્ઘ કરવામાં આવેલ અન્ય તમામ જાહેરનામા યથાવત રહેશે, તથા ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘ્વારા આ૫વામાં આવેલ તમામ સુચનાઓ/માર્ગદર્શિકાઓનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application