Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સામાજિક સંસ્થા VSGGM અને નિઝર ગ્રામ પંચાયત દ્વારા ૨૧ હજાર વૃક્ષો લગાવવાના લક્ષ્યાંક સાથે વૃક્ષારોપણ અભિયાન-૨૦૨૦ નો પ્રારંભ

  • August 04, 2020 

Tapi mitra news:સામાજીક સંસ્થા VSGGM અને ગ્રામ પંચાયત,નિઝર દ્વારા ૨૧ હજાર વૃક્ષો લગાવવાના લક્ષ્યાંક સાથે વૃક્ષારોપણ અભિયાન-૨૦૨૦ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના નિઝર ખાતે લેવા પાટીદાર ગુજર સમાજની અગ્રગણ્ય સામાજીક સંસ્થા VSGGM અને ગ્રામ પંચાયત, નિઝર દ્વારા "વૃક્ષારોપણ અભિયાન-૨૦૨૦ નો પ્રારંભ નિઝર ખાતે કરવામાં આવ્યો. આ અભિયાનને અંતર્ગત આ વર્ષે VSGGM દ્વારા ૨૧,૦૦૦ વૃક્ષો લગાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. જેના અનુસંધાનમાં સમાજના સેવાભાવી કાર્યકર્તા શ્રી રાકેશભાઈ પાટીલ, સોનગઢ દ્વારા કુલ ૮,૫૦૦ વિવિધ પ્રકારના વૃક્ષોની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે, સેવન, સાગ, બદામ, વડ, પીપળો, કાસીદ, આસોપાલવ, અશોક વૃક્ષ, લીમડો, જામ્બુ, ગુલમહોર, રામફળ, સીતાફળ, જમરૂખ વગેરે કુલ ૩૨ પ્રકારના વૃક્ષો હતા. આ અભિયાનનું ઉદ્ઘાટન લેવા પાટીદાર ગુજર સમાજના ૧૦૧ વર્ષના વડીલ શ્રીમાન કરસનદાદા ના હસ્તે વૃક્ષ લગાવીને કરવામાં આવ્યું હતું જે સૌના માટે પ્રેરણાદાયી હતું. આ વૃક્ષારોપણ ગામ તળાવ ની ફરતે કરવામાં આવ્યું હતું. જેનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું. જે હવે પંચવટી પાર્ક તરીકે ઓળખાશે. જ્યા ૩૦૦ થી વધુ વૃક્ષો PSI શ્રી નિખિલભાઈ ભોયે સાહેબ, નિઝર ગામના સરપંચ શ્રી લતેશભાઈ નાઇક, ઉપસરપંચ શ્રી સંદીપભાઈ પટેલ, લેવા પાટીદાર સમાજના સહકારી અને સામાજીક આગેવાનો જેમાં, સુડીકો બેંકના ડાયરેક્ટર શ્રી સુનિલભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના સભ્ય શ્રી મહેન્દ્રભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ મંત્રી શ્રી જગદીશભાઈ પટેલ, સોનગઢ સમાજના અગ્રણી શ્રી ઓમકારભાઈ પાટીલ, VSGGM ના પ્રમુખશ્રી મોહનભાઇ પટેલ, કાર્યકારી અધ્યક્ષ શ્રી સુભાષભાઈ પટેલ, ડો. લતેશભાઈ ચૌધરી, સેક્રેટરી શ્રી પ્રવીણકુમાર પાટીલ, સ્ટીરીંગ સભ્યશ્રી હિતેશભાઇ પટેલ, આર.જી. પટેલ વિદ્યાલયના આચાર્યશ્રી રમેશભાઈ પટેલ, સરદાર પટેલ વિદ્યાલયના આચાર્યશ્રી કિરણભાઈ પટેલ તથા ગામના વડીલો અને યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરકારી આયુર્વેદિક દવાખાના, ભામૈયા ના ડૉ. પીયૂષભાઈ પટેલ ના સહકારથી લગભગ ૩૦૦૦ માણસોને આયુર્વેદિક ઉકાળો આપવામાં આવ્યો હતો જેનું સમગ્ર સંચાલન શ્રી અશોકભાઈ પટેલ, બારડોલી દ્વારા કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ ના આ કાર્યક્રમમાં વિવિધ ગામો જેમકે નિઝર, વેલદા, ચિચોદા, વાંકા, સરવાળા, બહુરૂપા, શહાદા, કોઠલી, દામાલદા, મહસાવદ, પ્રકાશા, સમશેરપુર વગેરે ગામોના ખેડૂતો, ભાઈઓ તથા બહેનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિઝર ગામના યુવક મંડળના યુવાનોએ સમગ્ર કાર્યક્રમમાં પ્રસંશનીય કામગીરી બજાવી હતી.આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ જેમ કે વિશ્વ કલ્યાણ ગ્રુપ- સુરત, ગુલાબદાદા ટ્રસ્ટ- વાંકા, ગાયત્રી મંદિર- દેવાળા, સંત ગુલાબ ટ્રસ્ટ- વાંકા, રાધા સ્વામી સેવા કેન્દ્ર- વાઘોદે, જલમિત્ર ટીમ- કોઠલી, સ્વાધ્યાય પરિવાર- નિઝર, બારડોલી, સુરત, અંકલેશ્વર, નવસારી, ભરૂચ અમદાવાદ જેવા વિવિધ શહેર ના લેવા પાટીદાર ગુજર સમાજ મંડળ તથા અન્ય સંસ્થાઓ પણ આ પ્રસંગે ભાગ લીધો હતો. તાપી જિલ્લાના અતિછેવાડે આવેલું નિઝર તાલુકાના આ વિસ્તારમાં વૃક્ષો લગાવવાની કામગીરીને અહીંના લોકો બિરદાવી રહ્યા છે. High light-અભિયાનનું ઉદ્ઘાટન લેવા પાટીદાર ગુજર સમાજના ૧૦૧ વર્ષના વડીલ શ્રીમાન કરસનદાદા ના હસ્તે વૃક્ષ લગાવીને કરવામાં આવ્યું હતું જે સૌના માટે પ્રેરણાદાયી હતું. આ વૃક્ષારોપણ ગામ તળાવ ની ફરતે કરવામાં આવ્યું હતું. જેનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું. જે હવે પંચવટી પાર્ક તરીકે ઓળખાશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application