Tapi mitra news:વીરપુર ગામની સિમ માંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ પર ૬-૭ જણાને લઈને પુર ઝડપે દોડતી એક ઇનોવા ગાડીએ ત્રણ-ચાર પલ્ટી મારતા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર વ્યારા તાલુકાના વીરપુર ગામની સિમ માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપર તા.૩જી ઓગસ્ટ નારોજ પુર ઝડપે દોડતી એક ઇનોવા ગાડી નંબર જીજે/૦૫/જેઈ/૭૭૨૪ ના ચાલકે પોતાના કબ્જાની ઇનોવા ગાડી ગફલત ભરી રીતે હંકારી લાવી સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ઇનોવા ત્રણ-ચાર વખત પલ્ટી મારી હાઇવેથી દૂર ખેતરમાં જઇ પડી હતી. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને ઈમરજન્સી સેવા ૧૦૮ની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જનક હોસ્પિટલ-વ્યારા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન રેનીશભાઈ અનિલભાઈ મારુ (ઉ.વ.૧૮) રહે,સુમન સ્વર્ગ બિલ્ડીંગ,ઉતરાણ-સુરત નું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મિતભાઈ રમેશભાઇ મારુ ની ફરિયાદના આધારે વ્યારા પોલીસે ગુનો દાખલ કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી છે.
High light-ઇનોવા ગાડીમાં સવાર આશરે ૬ જાણેને સામાન્ય ઇજા,એકનું મોત નીપજ્યું
High light-તમામ મીત્રો સુરત પીપોદરા ગામે મોગલ માતાજીના મંદિરે જવા માટેનું કહી નીકળ્યા હતા પરંતુ પીપોદરા ગામે ગયેલ નહિ અને કડોદરા-બારડોલી થઈ મહારાષ્ટ્ર ના નવાપુરમાં લોકકકોટ ખાતે આવ્યા હતા. સાંજે પરત સુરત જવા માટે નીકળ્યા હતા તે વેળાએ અકસ્માત સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application