Tapi mitra news:ભાઈ બહેનના અમર અને પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની સોનગઢ સહિત જિલ્લાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ખુશીઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ આજે બહેનોએ પોતાના વહાલસોયા ભાઈને શુભમુહૂર્તમાં પ્રેમ,લાગણી અને આશીર્વાદ સાથે રાખડી બાંધવાની તૈયારીઓ કરી દીધી હતી. અને હૃદય ના સાચા ભાવ અને હેત સાથે પોતાના ભાઈને માથે કંકુતિલક કરી,રાખડી બાંધી મોં મીઠું કરાવ્યું હતું. બહેનોએ પોતાના વહાલસોયા ભાઈઓને રાખડી બાંધીને તે હંમેશા સુખી રહે તેવી પ્રાર્થના કરી હતી. તો ભાઈઓએ પણ પોતાની બહેન પર ક્યારેય દુઃખનો ઓછાયો ન પડે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી તેને યથાશક્તિ ભેટ-સોગાદ અર્પણ કરી બહેનને ખુશીઓ આપી હતી. સોનગઢ સહિત જિલ્લાભરમાં રક્ષાબંધન પર્વ નિમિતે ભારે ઉત્સાહનો માહોલ છવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application