Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહેલા કેસોના કારણે બોર્ડ લગાડવામાં આવ્યા

  • August 01, 2020 

Tapi mitra news: સુરતમાં છેલ્લા પંદર દિવસથી રાંદેર ઝોન વિસ્તારના પાલ, અડાજણ, પાલનપુર, રાંદેર રોડ અને જહાંગીરપુરા વિસ્તારમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સુરતમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે, ત્યારે સૌથી કેસ સુરતના રાંદેર ઝોનમાં નોંધાઈ રહ્યા છે. આ ઝોનમાં આવતા લોકો અન્ય ઝોનમાંથી પણ આવતા હોય છે તે ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકો પણ આ ઝોન દ્વારા શહેરમાં પ્રવેશ કરતા હોય છે. ત્યારે લોકોની અવર જવર પર નિયત્રંણ કરવા માટે મનપા દ્વારા નવતર પ્રયાયોગ કરવામાં આવ્યો છે. અને સમગ્ર ઝોનમાં બોર્ડ લગાવામાં આવ્યા છે. લોકોને આ વિસ્તારમાં સંક્રમણ હોવા સાથે તમે સંક્રમણવાળા હાઇ રિસ્ક વિસ્તારમાં પ્રવેશ કરી રહ્ના છો ના બોર્ડ દ્વારા ચેતવણી આપવાં પ્રયાસ કર્યો છે. કોરોના મહામારીમાં ગુજરાતમાં દૈનિક પોઝિટિવ કેસમાં સુરત સૌથી આગળ છે ત્યારે દરરોજ ૩૦૦ કરતા વધુ કેસ સામે આવી રહ્યા છે. તેવામાં આ સંક્રમણ અટકાવવા માટે તંત્ર દ્વારા નવતર પ્રયાયોગ કરવામાં આવ્યો છે. સુરતમાં છેલ્લા પંદર દિવસથી રાંદેર ઝોન વિસ્તારના પાલ, અડાજણ , પાલનપુર , રાંદેર રોડ અને જહાંગીરપુરા વિસ્તારમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ વિસ્તારમાં ચાલીસ કરતા વધારે માઇક્રો કલસ્ટર બનાવી લોકોની અવરજવર નિયંત્રિત કરાઇ છે.પ રંતુ ઝોન બહારના લોકોની અવરજવર સતત ચાલુ જ છે. ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના વિવિધ ગામોના લોકો રાંદેર ઝોન વિસ્તારમાં સતત અવર - જવર કરતા રહે છે. અઠવા ઝોન અને સેન્ટ્રલ ઝોનના લોકોની પણ રાંદેર ઝોનમાં મોટી અવરજવર રહે છે. બહારના લોકોની અવરજવર ઓછી થાય અને લોકો ઓછી સંખ્યામાં ભેગા થાય તે માટે રાંદેર ઝોનમાં સરદાર બ્રિજ સર્કલ , એલ.પી.સવાણી સર્કલ , સ્ટાર બજાર સર્કલ , ભેંસાણ સર્કલ , ઇસ્કોન સર્કલ સહિતના દસ સર્કલ પર ચેતવણી દર્શક બોર્ડ લગાડવામાં આવ્યા છે. જનાથી લોકોની અવાર જવર પર પ્રતિબંધ લાગશે અને લોકો આ ઝોન માંથી અવાર જવર ઓછી કરે તો આ વિસ્તારમાં સંક્રમણ પણ ઘટી શકે છે. આ બોર્ડ જોઇને લોકોને સ્થિતિની ગંભીરતાની ખબર પડે અને ખૂબ જરૂરી કામ હોય તો જ લોકો બહાર નીકળે. લોકો સતર્ક રહે અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગનો ચુસ્ત અમલ કરે તે માટે દસ જગ્યાએ ચેતવણીદર્શક બોર્ડ તથા ચાલીસથી વધુ જગ્યાએ બફર ઝોન અને કલસ્ટર ઝોનના બોર્ડ લગાડવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application