Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યે કોરોના હૈ આસાની સે જાયે ના:ધન્વંતરી રથ સાથે કામ કરતાં શિક્ષક જાગૃતિ ફેલાવવા ગીત ગાય છે

  • August 01, 2020 

Tapi mitra news:દિલ દીવાના બિન સજના કે માને ના મેને પ્યાર કિયા ફિલ્મનું આ ગીત જે તે વખતે ખૂબ પ્રખ્યાત થયું હતું. જો કે, કોરોના સંક્રમણ વખતે સુરતના એક શિક્ષકે આ ગીતની પેરોડી કરીને જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યાં છે. ધન્વંતરી રથની સાથે શિક્ષક આ ગીત ગાઈને લોકોને કોરોનાથી બચવા માટેની વિનંતી કરી રહ્યાં છે. શિક્ષકની આ કામગીરીની લોકો પણ સરાહના કરી રહ્યાં છે. સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોને હાલ ધન્વંતરી રથ પર કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે સુરતમાં રહેતા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં છેલ્લા ૨૨ વર્ષથી ફરજ બજાવતા દિપકભાઈ ચૌધરી સુરતના પર્વત પાટિયા ખાતે ફરજ ધન્વંતરી રથની સાથે સર્વેલન્સની કામગીરી દરમિયાન ગીત ગાતા નજરે પડ્યાં હતાં. જેમણે તેમણે ગાયું હતું કે, માનો પ્યારે મોદીજી કા યે કેહના, યે કોરોના હૈ, આસાની સે જાયે ના.. આ ગીતની ધૂન મેને પ્યાર કિયા ફિલ્મના ગીત દિલ દિવાના બીન સજના કે માને ના..ની પેરોડી હોવાથી લોકોને જૂના દિવસો પણ યાદ કરાવી રહ્યાં છે. દિપકભાઈએ જણાવ્યુ હતુ કે, લોકો કોરોના અંગે જાગૃત થાય તે હેતુથી તેઓએ તેઓના સાથી મિત્ર મહેશભાઈ લંકાપતિ સાથે મળી આ ગીત તૈયાર કર્યું છે. સુરતમાં કોરોનાની જે પ્રકારની સ્થિતિ છે તેને લઈને ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે. સર્વેલન્સની કામગીરી સોંપવામાં આવી છે ત્યારે કોરોનાને લઈને લોકો જાગૃત થાય તે માટે અમે એક ગીત બનાવવાનું વિચાર્યું હતું અને આ ગીત અમે દરેક જગ્યાએ ગાઈને લોકોને જાગૃત કરીએ છીએ. દિપકભાઈ હાલ સુરતના માન દરવાજા ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ફરજ બજાવે છે અને તે વિદ્યાર્થીઓને ગણિત પર્યાવરણ સહિતના વિષયો ભણાવે છે. હાલ તેઓનું આ ગીત સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યું છે ત્યારે તેઓ ખુશ છે સાથે જ લોકોને અપીલ કરી છે કે, કોરોનાને લઈને લોકો જાગૃત થાય અને બેદરકારી ન રાખે તો ઝડપથી કોરોનાને હરાવી શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application