Tapi mitra news:સુરત શહેરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્ના છે. તેમ છતાં લોકો હજુ પણ સાવચેતી રાખી રહ્ના નથી. કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પગલાઓની સાથે ૧૦૪ અને ધન્વંતરી રથની સેવા પણ શરૂ કરી છે. તેમજ મનપા કમિશ્નર શહેરના અલગ અલગ સ્થળો પર જઇ કલસ્ટર વિસ્તારમાં લોકોને કોરોના વિશે માહિતી આપી કંઇ રીતે તેની સામે લડી શકાય તે અંગેનું માર્ગદર્શન પણ આપી રહ્ના છે. તેમ છતાં હજુ પણ કુદકેને ભુસકે કેસોમાં વધારો થઇ રહ્ના છે. સુરત અને જીલ્લામાં રેકોર્ડ બ્રેક કેસો નોધાતા લોકોમાં ભય જાવા મળી રહ્ના છે. શનિવારે બપોર સુધી સુરત શહેરમાં ૮૩ અને જીલ્લામાં ૩૨ મળી કુલ ૧૧૫ કેસો નોધાયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધી ૧૩,૭૭૮ કેસો નોધાયા છે. જેની સામે મરણાંક પણ વધી રહ્ના છે. બપોરે લગભગ બે વ્યકિતઓના નિપજ્યા હોવાનું જાણવા મળ્યુ છે. આ સાથે મૃત્યુઆંક ૬૦૦ પર પહોચ્યો છે.
સુરત શહેરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે દિન પ્રતિદિન કેસોની સંખ્યામાં વધારો નોધાઇ રહ્ના છે. તેની સાથે મોતનો આંકડો પણ વધી રહ્ના છે. સુરતમાં કોરોના વાયરસનો કહેર કંઇ રીતે ઓછો થાય તે માટે સરકાર તમામ પ્રકારના પગલા લઇ રહી છે. પરંતુ કેસો દિવસેને દિવસે વધી રહ્ના છે. તે જાતા ટેક્ષટાઇલ માર્કેટ , હિરા ઉદ્યોગ અને અન્ય દુકાનદારો સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળી રહ્ના છે. કેટલાંક વેપારીઓએ કામના કલાકો પણ ઘટાડી દીધા છે. આમ લોકો હવે આરોગ્યલક્ષી ચિંતા કરવા લાગ્યા છે. બીજી બાજુ મનપા કમિશ્નર પણ દરેક ઝોનમાં જઇ કલસ્ટર વિસ્તારની મુલાકાત લઇ રહ્ના છે. સોસાયટીઓના પ્રમુખોની સાથે મીટીંગ કરી કોરોના વિશેની મહત્વની સુચનાઓ આપી તેનો અમલ કરવાનો આગ્રહ કરી રહ્ના છે. તેમ છતાં કોરોના વાયરસના કેસો વધુને વધુ સામે આવી રહ્ના છે. બુધવારે બપોર સુધી સુરત શહેરમાં નવા ૮૩ કેસો સામે આવ્યા છે. આ સાથે સુરત શહેરમાં અત્યાર સુધી ૧૧,૦૫૯ દર્દીઓ નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં નવા ૩૨ કેસો નોધાયા છે. આ સાથે જીલ્લામાં ૨,૭૧૯ કેસ મળી અત્યાર સુધી સુરતમાં કુલ ૧૩,૨૩૮ કેસો થયા છે. બીજી બાજુ રીકવરી રેટ પણ વધી રહ્ના છે. અત્યાર સુધી ૯,૩૬૫ લોકો સાજા થઇને ઘરે પહોચી ગયા છે. કોરોના વાયરસના કેસોની સાથે મૃત્યુના કેસો પણ વધી રહ્ના છે. ગુરૂવારે બપોર સુધી બે ના મોત થયા હોવાનું જાણવા મળ્યુ છે. અત્યાર સુધી મૃત્યુઆંક ૬૦૦ પર પહોચ્યો છે. જેમાં નવા નોધાયેલા કેસોમાં રાંદેર , અઠવા અને વરાછામાં સૌથી વધુ કેસો હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં સિવીલ અને સ્મિમેરના ડોકટરો , નર્સ , કાપડ દલાલ , રત્ન કલાકાર વગેરે સંક્રમિત થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500