Tapi mitra news:15 ડિસેમ્બર 2019ના રોજથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ જરૂરી કરી દેવાયો છે. સરકારના આ ફરમાન બાદ મોટાભાગની ગાડીઓ પર Fastags લાગી ગયા હશે અથવા તો પ્રક્રિયા હજુ પણ ચાલુ હશે. જોકે માંડળ જેવા કેટલાક ટોલનાકા પર સ્થાનિક લોકોએ ટોલ ટેક્સ માંથી મુક્તિની માંગ કર્યા બાદ સામાન્ય પ્રજાને મૌખિક છૂટછાટ આપવામાં આવી છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના માંડળ ગામ નજીક કાર્યરત ટોલનાકુ શરૃઆતથી જ વિવાદમાં રહ્યું છે,અહીંના સંચાલકો નેશનલ હાઇવે નંબર-53 ના નિર્માણ કાર્ય માટે માટી ચોરીથી લઈને યેનકેન પ્રકારે સ્થાનિક પ્રજાના ખિસ્સા ખાલી કરાવવા માટે કાયદાની આડમાં અનેક પેંતરા અજમાવી ચુક્યા છે. જેની માટે સામાન્ય પ્રજાએ આંદોલનો પણ કર્યા આવેદનપત્ર આપી રજુઆતો પણ કરી છે. જોકે હાલ સ્થાનિક વાહનચાલકો માટે ટોલનાકાની બંને તરફ આવેલ કેશ લેન માંથી ટેક્સ ભર્યા વિના અવર જવર કરવાની મૌખિક છૂટછાટ અપાઈ છે. જેને સામાન્ય પ્રજા બિરદાવી પણ રહી છે. પરંતુ કેશ લેન માંથી પસાર થવા માટેના નિયમો માત્ર સામાન્ય પ્રજા માટે જ બન્યા હોય તેવી બુમરાણ ઉઠવા પામી છે. કારણે કે, છેલ્લાં ઘણા સમયથી શંકાસ્પદ નજરે પડતી બે નંબરિયાઓ અને ચોરટાઓની લકઝરીયસ ગાડીઓ બેરોકટોક તે પણ ટોલ ટેક્સ ચૂકવ્યા વિના Fastags લેન માંથી અવર જવર કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. કોઈપણ વાહને ફાસ્ટટેગ લેન માંથી પસાર થવું હોય તો ટેક્સ ફરજીયાત ભરવો જ પડે છે.અને ન ભરે તો તેની જાણ લેન ઇન્ચાર્જ અને કોન્ટ્રોલરને કરવામાં આવે છે. તો પછી ગાડીઓ કઈ રીતે પસાર થઇ રહી છે ? તે એક તપાસનો વિષય છે.
પડોશી રાજ્ય મહારાષ્ટ્રના નવાપુર માંથી તાપી ના માર્ગે રાજ્યમાં વર્ષોથી લકઝરીયસ ગાડીઓમાં ઈંગ્લીશદારૂ સપ્લાય કરવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. દારૂ ભરી નેશનલ હાઇવે માર્ગ પર રોકેટગતિએ દોડતી કેટલીક લકઝરીયસ કાર પણ ટોલનાકા પરથી સડસડાટ નીકળી રહી છે. તેમાં કોઈ બે મત નથી. તે પણ એક તપાસનો વિષય છે. સૂત્રો અનુસાર લેન ઇન્ચાર્જ અને કોન્ટ્રોલરની મિલીભગતમાં જ બે નંબરિયાઓ અને ચોરટાઓની ગાડીઓ ટેક્સ ભર્યા વગર Fastags લેન માંથી બેરોકટોક નીકળી રહી છે. જેને લઈ ટોલનાકા સંચાલકોની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે. જોકે આ બાબતે એક જાગ્રત નાગરિક દ્વારા ઉચ્ચસ્તરીય ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવા મળ્યું છે. ત્યારે જિલ્લા પોલીસવડા આ બાબતને ગંભીરતા લઇ Fastags લેન માંથી ટેક્સ ચૂકવ્યા વિના પસાર થતી અને શંકાસ્પદ નજરે પડતી બે નંબરિયાઓ અને ચોરટાઓની ગાડીઓની તપાસ હાથ ધરે તે પણ જરૂરી બન્યું છે. અને ટોલનાકા સંચાલકોની સંડોવણી બહાર આવે તો તેઓની સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં તેવી માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application