Tapi mitra news:તાપી કલેક્ટર અને અધ્યક્ષ, જિલ્લા સંકલન સમિતિ 7મી આર્થિક ગણતરી, વ્યારા-તાપી તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, કોવિડ-19ની વૈશ્વિક મહામારી અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો દ્વારા સમયાંતરે જારી કરવામાં આવેલ જરૂરી સૂચનાઓ, માર્ગદર્શિકાઓને આધીન, 7મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરી પૂર્વવત શરૂ કરવાની થાય છે. કોવિડ-19ના સંક્રમણ સમય દરમિયાન કરવામાં આવતી કામગીરી સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જારી કરેલ એસ.ઓ.પી. નો ચુસ્તપણે અમલ કરવા સાથે, સરકારશ્રી દ્વારા જાહેર કરેલ સંક્રમિત વિસ્તારો સિવાયના વિસ્તારોમાં, 7મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરી સરકારશ્રીના દિશાનિર્દેશ મુજબ જ થાય તે સુનિશ્ચિત કરવાની સૂચના પણ સંબંધિતોને આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application