Tapi mitra news:ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની નવસારી કચેરી દ્વારા મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના એક ચૂકાદાના કંપલાયન્સના ભાગરૂપે રાજ્યની તમામ સ્થાનિક સંસ્થાઓ, ખાનગી ઓપરેટરો, કો ઓપરેટિવ સોસાયટીઓ કે અન્ય સ્થાનિક સંસ્થાના ક્ષેત્રની બહારની તમામ સંસ્થાઓને પશુપાલન, ડેરી ફાર્મ, તથા ગૌ શાળાની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વેબસાઇટhttps;//gpcb.gujarat.gov.in/ પર ઉપલબ્ધ ફોર્મેટ મુજબની માહિતી મોકલી આપવાની થાય છે. તદુપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા વખતો વખત નિયત કરવામાં આવેલા પર્યાવરણીય નોર્મ્સને દરેક સંસ્થાઓએ સખ્તાઈથી અમલ કરવાનો થાય છે. જેથી તાપી જિલ્લાની તમામ સંસ્થાઓ કે એકમોએ માંગ્યા મુજબની માહિતી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સંલગ્ન પ્રાદેશિક કચેરીમાં તા.30/6/2020 સુધીમાં જમા કરાવવાની રહે છે. પ્રાદેશિક કચેરીઓની વિગતો બોર્ડની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, તેમ પણ આ અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application