Tapi mitra news:સુરત આરોગ્ય તંત્રની બેદરકારીને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો છે.ઉધના વિસ્તારમાં રહેતા દર્દીને પ્રથમ રીપોર્ટ નેગેટિવ બાદ પોઝિટિવ કહી લઈ જતા વિવાદ થયો હતો. સુરતના ઉધના કાશી નગરમાં રહેતા દર્દીઓ રિપોર્ટ પોઝિટિવને લઈ વિવાદ થયો હતો. પાલીકાએ પહેલા રિપોર્ટ નેગેટિવ કહ્યું બાદમાં પોઝિટિવ કરી તેમના ઘર પર કવોરટાઈન્ટનું બોર્ડ લગાવી દીધુ હતું .ત્યારબાદ દર્દીને રાત્રે ૧૦૮ મારફતે સીવીલ કોવિડ-૧૯ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે પરિવાર પાસે સાઉથ ઝોનની ટીમે પહેલા નેગેટિવ રિપોટ આપ્યો હતો બાદ પોઝિટિવ બતાવી દર્દી ને લઈ જતા તેમને કામગરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે .જો આવતા દિવસોમાં દર્દીનો રિપોર્ટ ફરી નેગેટિવ આવ્યો અને અન્ય કોરોના દર્દી ના સંપર્કમાં આવતા રોગ લાગ્યો તો તેનો જવાબદાર કોણ બનશે ? સરકાર અને તંત્ર ને અપીલ છે કે મહામારીમાં લોકોને ભયભીત ના કરે આરોગ્ય વિભાગ પોતાની ફરજ જવાબદારી થી નિભાવે જેથી કોઈ પણ દર્દીના પરિવારજનો કે નેગેટિવ દર્દીના જીવ ન જોખમાય..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application