Tapi mitra news:સુરત રેલવે યાર્ડમાં ખાતર સિમેન્ટ અને અનાજની ગુણીની આવક ગુડ્સ ટ્રેન દ્વારા થતી હોય છે અને અહીંથી માલ ઉપાડીને ટ્રકો મારફત સુરત નજીકના જે તે કસ્બા-ટાઉનમાં પહોંચાડવામાં આવતો હોય છે. પરંતુ ગુરૂવારે અચાનક મજૂરો હડતાલ પર ઉતરી જતા રેલવે યાર્ડ સૂમસામ થઇ ગયુ હતું.મજુરોએ મજુરીના દરમાં થેલી દીઠ રૂ.૧નો વધારો કરવામાં આવે એવી માંગ સાથે વિરોધ કરી નારેïબાજી કરી હતી
રેલવે યાર્ડમાં મજૂરી કરતાં છૂટક મજૂરોએ ગુરૂવારે સવારથી એકાએક હડતાલ પાડી હતી. મજુરીના દરમાં થેલી દીઠ રુ.૧નો વધારો કરવામાં આવે એવી માંગ સાથે વિરોધ કરી નારેïબાજી કરી હતી.મજૂરોની હડતાલને કારણે રેલવે યાર્ડમાં કામકાજ ઠપ્પ થઈ ગયા છે અને સવારથી ટ્રકોમાં લોડિંગ થઈ શક્યું નથી. અત્યારે મજૂરોને થેલી દીઠ રૂ.૨ ચૂકવવામાં આવે છે, જેનાં રુ.૩ કરવામાં આવે તેની માંગ તેઓની છે, એમ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.સુરત રેલવે યાર્ડમાં ખાતર સિમેન્ટ અને અનાજની ગુણીની આવક ગુડ્સ ટ્રેન દ્વારા થતી હોય છે અને અહીંથી માલ ઉપાડીને ટ્રકો મારફત સુરત નજીકના જે તે કસ્બા-ટાઉનમાં પહોંચાડવામાં આવતો હોય છે. મજૂરો હડતાલ પર હોવાને કારણે રેલવે યાર્ડ અત્યારે તદ્દન સૂમસામ છે.( ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application