Tapi mitra news:પુણા ગામ માનસરોવર સ્કૂલની બાજુમાં લક્ષ્મીનગર સોસાયટીમાં સાડી ઉપર રબર પ્રિન્ટનું જોબવર્કનું કામ કરતા મોટા વરાછાના યુવાને ભાવનગરના જે યુવાનને કારખાનમાં કામ ઉપર રાખી ત્યાં જ રહેવાની વ્યવસ્થા કરી હતી તે રૂ.૨.૬૩ લાખની સાડી અન્ય બે સાથે મળી ટેમ્પોમાં ચોરી ફરાર થઇ ગયો હતો.
મૂળ અમરેલીના વતની અને સુરતમાં મોટા વરાછા શ્રી રેસિડન્સી બી/૨/૫૦૧ માં રહેતા ૩૦ વર્ષીય બાદલભાઈ ધીરુભાઈ સરધારા પુણા માનસરોવર સ્કૂલની બાજુમાં લક્ષ્મીનગર સોસાયટીમાં ખાતા નં.૨૯ માં ધીરુભાઈ ભીખાભાઇ સરધારાના નામે સાડી ઉપર રબર પ્રિન્ટનું કામ કરે છે. તેમણે ભાવનગરના મફતનગર બોર તળાવના મૂળ વતની રવિ જ્યંતિભાઈ રાઠોડને ગત ૧૫ માર્ચના રોજ પોતાના કારખાનામાં નોકરી ઉપર રાખ્યો હતો અને તે ત્યાં જ રહેતો હોય તેની પાસે કારખાનાની એક ચાવી પણ રહેતી હતી. ગત ૨૦ મી ના રોજ સવારે કોહીનુર ટેક્ષ્ટાઈલ માર્કેટમાં શ્રી હરિ સાડીના વેપારી અશોકભાઈએ જોબવર્ક માટે રૂ.૨,૬૩,૫૦૦ ની મત્તાની ૮૫૦ નંગ સાડી મોકલી હતી. જે રવિએ જ ગણીને મૂકી હતી. ત્યાર બાદ બપોરે ૧.૩૦ કલાકે બાદલભાઈ કારખાનું બંધ કરી રવિને માનસરોવર સ્કૂલ નજીક દર્શના ગેરેજ પાસે ઉતારી પોતાની મોટરસાયકલ ઉપર ઘરે જમવા ગયા હતા. તે દિવસે બપોર પછી કારખાનામાં રજા હતી.બીજા દિવસે સવારે બાદલભાઈ કારખાને પહોંચ્યા તો ત્યાં તાળું હતું અને રવિની શોધખોળ કરતા તે મળ્યો ન હતો. આથી બાદલભાઈએ પોતાની ચાવી વડે કારખાનું ખોલી અંદર જોયું તો જોબવર્ક માટે આવેલી ૮૫૦ નંગ સાડી મળી ન હતી. આથી તેમણે પિતાને કારખાને બોલાવી સામેના કારખાનના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો ૨૦ મીની બપોરે ૨.૪૫ કલાકે રવિ અન્ય બે અજાણ્યા સાથે ટેમ્પો લઈ આવી કારખાનામાંથી રૂ.૨.૬૩ લાખની મત્તાની સાડી ચોરી કરી લઇ જતો નજરે ચઢ્યો હતો. આ અંગે બાદલભાઈએ ગતરાત્રે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application