Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત કોરોનાનું હોટસ્પોટ બનતા મહાનગરપાલિકાએ ૩૭ ખાનગી હોસ્પિટલ સાથે એમઓયુ કર્યા,૨૦૧૮ બેડની સુવિધા 

  • June 26, 2020 

Tapi mitra news:અમદાવાદ બાદ સુરત કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યાં છે. જેથી મહાનગરપાલિકા દ્વારા ગંભીર પરિસ્થિતિમાં પહોંચી વળવા આયોજન કરવામાં આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલની સાથે સાથે કોરોના દર્દીઓની સારવાર માટે ૩૭ જેટલી ખાનગી હોસ્પિટલ સાથ એમઓયુ કરવામાં આવ્યાં છે. જેમાં ૨૦૧૮ બેડની સુવિધા કરવામા આવી છે.જેથી ખાનગી હોસ્પિટલમાં પણ હવેથી રિઝર્વ બેડ રાખવામાં આવશે. આ તમામ ખર્ચ પાલીકા અને રાજય સરકાર ખર્ચ ઉપાડશે. આ સિવાય કોઇ દર્દીને  અન્ય સુવિધા જોઇએ તો ખર્ચ પોતે ભોગવશે. આ ઉપરાંત પાલીકાએ ૫૦૦૦ બેડની તૈયારીઅઓ પણ કરી છે.પાલીકા પ્રાઇવેટ હોસ્પિટલને બુકિંગ અમાઉન્ટ પણ આપવામા આવી છે અને રોજે રોજ  દિવસ પ્રમાણે પૈસા ચુકવશે.પાલિકા દ્વારા એટ યોર ડોર સ્ટેપ સુવિધા શરૂ કરવામાં આવી છે.  કેર એટ હોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આજે શહેરમાં ૮૦ લોકો આ સુવિધા લઇ રહયા છે. અંગે મેયરે કહ્યું કે, સામાન્ય લક્ષણો હોય ત્યારે જ દર્દી ૧૦૪ નંબર પર ફોન કરે એટલે પાલિકાની ટીમ તેમની ઘરે પહોંચીને યોગ્ય સારવાર શરૂ કરી દેશે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા હવે ખાનગી હોસ્પિટલમાં પણ પાલિકા દ્વારા સારવાર શરૂ કરવા માટે કરાર કરવામાં આવ્યાં છે. સિવિલ,સ્મીમેર, એ સિવાય પણ વ્યવસ્થા કરાઈ છે.પ્રાઇવેટના જનરલ વોર્ડમાં પણ દર્દીની તમામ વ્યવસ્થા મનપા કરી આપશે. એમઓયુ કરેલી હોસ્પિટલના બેડ જો દર્દી ન આવે તેમ છતાં ખાલી રખાશે. એનો ચાર્જ પાલિકા હોસ્પિટલને ચૂકવશે. જેથી કોરોના દર્દી માટે આ ૩૭ હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ રહેશે. મેયર જગયદીશ પટેલે જણાવ્યું હતું કે, એક પણ લક્ષણ ન હોય એવા પણ કોરોના દર્દી હોય છે. કેટલાક દર્દીને લક્ષણ હોય છે. તો કેટલાક ગંભીર હોય છે. એવા દર્દીઓના અલગ અલગ સ્ટેજ હોય છે. એટલે એવા લોકો માટે કેર એટ હોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આઇસોલેશનની ઘરે વ્યવસ્થા હોય એક સભ્ય દર્દીને કેર લેવા તૈયાર હોય તો એવા દર્દીને ઘરે ટ્રીટમેન્ટ માટે મંજૂરી અપાઈ છે. ૧૦૫ ધનવંતરી રથ ડોક્ટરની ટીમ સાથે  વિવિધ વિસ્તારમાં ફરશે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા મનપા દ્વારા અભિયાન શરૂ કરાશે. કતારગામ ઝોનથી ઉકાળાની શરૂઆત થશે. જેમાં સુરતવાસીઓને પણ જોડાવા મનપાએ વિનંતી કરી છે. પાલિકાના મેયર ડો.જગદીશ પટેલએ જણાવ્યું હતું કે, બીક અને જાણકારીના અભાવે મેડિકલ સ્ટોરમાંથી દવા લેતા તેવા બનાવોના કારણે ગંભીરતા વધી જાય છે. ૧૦૪ની સેવા સારી રીતે કામ કરેછે. ૧૦૪ પર રાઉન્ડ ધ ક્લોક જાણ કરે. પાલિકાની ટીમ સંપર્ક કરશે એટલે ડોક્ટરની ટીમ ઘરે જઈ ચેકઅપ કરશે અને દવા આપશે.પછી ડોક્ટરને જરૂરી લાગશે તે પ્રમાણે દવા આપશે કે હોસ્પિટલ જવું પડે તો તે પણ કરવું પડશે. પાલિકાની આ સેવા દ્વારા દર્દીએ ક્યાંય જવું પડશે નહી પાલિકા સામેથી તેમના ઘરે પહોંચશે.( ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application