Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ:બંદ હાલતમાં પડેલી કંપની શરૂ થાય તો સ્થાનિક લોકોને રોજગારીના અવસર પ્રાપ્ત થઈ શકે

  • June 24, 2020 

Tapi mitra news:સોનગઢ તાલુકામાં રોજગારીના અવસર નગણ્ય છે. ખાનગી ક્ષેત્રમાં માત્ર સેન્ટ્રલ પલ્પ મિલ નામની ફેકટરીમાં જ રોજગારી મળી રહે છે.જેના કારણે અહીંના શિક્ષિત બેરોજગાર યુવક યુવતીઓ જિલ્લા બહાર મજૂરીકામ કરવા મજબુર બન્યા છે... સોનગઢ તાલુકાના ડોસવાડા નજીક જીઆઈડીસીના નામે જમીન સંપાદન કર્યા બાદ આ વિશાળ જગ્યા પર હાલ એક કંપનીએ કબજો જમાવ્યો છે. આ કંપની દ્વારા વર્ષોથી કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.આ કંપનીના સંચાલકો અહીંના શિક્ષિત બેરોજગારોને રોજગારી સુધ્ધા આપી શકી નથી. આ જગ્યામાં ઉદ્યોગ શરૂ થાય તો સ્થાનિક લોકોને રોજગારીના અવસર પ્રાપ્ત થાય તેમ છે. જો કંપની આ બાબતે રસના લે તો સંપાદન થયેલી જગ્યા ખેડૂતો પરત માંગી રહ્યાં છે.આ બાબતે ચૂંટાઇને આવેલા પ્રતિનિધીઓ પણ રસ દાખવે તે જરૂરી બન્યું છે. High light-જીઆઈડીસીના નામે જમીન સંપાદન કર્યા બાદ આ વિશાળ જગ્યા પર હાલ એક કંપનીએ કબજો જમાવ્યો છે. High light-ઉદ્યોગ શરૂ થાય તો સ્થાનિક લોકોને રોજગારીના અવસર પ્રાપ્ત થાય તેમ છે.કંપની આ બાબતે રસના લે તો સંપાદન થયેલી જગ્યા ખેડૂતો પરત માંગી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application