Tapi mitra news:કેન્દ્ર અને રાજ્યના શાસનમાં પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થતા કોંગ્રેસ દ્વારા આજરોજ સોનગઢ ખાતે બસ સ્ટેન્ડ પાસે વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.પેટ્રોલ ડીઝલ અને રાંધણગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. અને ગરીબ સામાન્ય મધ્યમવર્ગ અસહ્ય મોંઘવારીના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. છેલ્લા અઠવાડિયાથી પેટ્રોલ ડીઝલના ભાવોમાં સરકાર સતત ભાવ વધારો કરી રહી છે. કોરોનારૂપી મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે એવા સમયે મોંધવારીનો માર અસહ્ય બનવાનો હોવાનું સોનગઢ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ વિવિધ બેનરો સાથે વિરોધ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application