Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ:રાણીઆંબા ગામના બજાર ફળિયાને કન્ટેઇનમેન્ટ ઝોન, અને ટાંકી ફળિયાને બફર ઝોન જાહેર કરાયા

  • June 24, 2020 

Tapi mitra news:વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર ધ્વારા સમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર- જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારી વિસ્તૃત સુચનાઓ પણ બહાર પાડવામાં આવેલ છે. તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં રાણીઆંબા ખાતેનાં બજાર ફળિયુ વિસ્તારમાં તા.૨૩/૦૬/૨૦૨૦નાં રોજ કોરોના વાયરસ COVID-19નો બે કેસ પોઝીટીવ આવેલ હોવાથી, આ રોગનું સંક્રમણ વઘુ ન થાય તે માટે સોનગઢ તાલુકાનાં રાણીઆંબા ખાતેનાં બજાર ફળિયુ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તથા તેની આસપાસ આવેલ ટાંકી ફળિયા વિસ્તારને બફર ઝોન જાહેર કરવા અંગે દરખાસ્ત કરવામાં આવેલ છે. જેથી શ્રી આર.જે.હાલાણી, (આઈ.એ.એસ), જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ- ૧૯૭૩ની કલમ- ૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-ર, અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ ૩૦ તથા ૩૪, તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામાં અન્વયે, તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં રાણીઆંબા, ખાતેનાં નીચે જણાવેલ વિસ્તારોને Covid -19 ના Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરી, સદર વિસ્તારનાં લોકોને હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવા હુકમ કરવામાં આવે છે. અ.નં. વિસ્તારનું નામ ઘરોની સંખ્યા કુલ વસ્તી ૧ બજાર ફળિયુ, રાણીઆંબા, તા.સોનગઢ, જિ.તાપી ૧૧ ૭૧ ઉ૫રોકત વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉ૫ર સંપુર્ણ પ્રતિબંઘ મુકવામાં આવે છે. આ વિસ્તારનાં રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજ-વસ્તુઓ વહીવટી તંત્ર ઘ્વારા હોમ ડિલીવરીથી પુરી પાડવામાં આવશે. બજાર ફળિયુ, રાણીઆંબા, તા.સોનગઢ, જિ.તાપીનાં વિસ્તારની આસપાસનાં નીચે મુજબનાં વિસ્તારોને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. અ.નં. વિસ્તારનું નામ ઘરોની સંખ્યા કુલ વસ્તી ૧ ટાંકી ફળિયું, રાણીઆંબા, તા.સોનગઢ, જિ.તાપી ૨૫ ૧૩૮ કુલ ૨૫ ૧૩૮ ઉ૫રોકત મુજબનાં બફર એરીયાની હદને સીલ કરવામાં આવે છે. તથા સદર વિસ્તારમાં આવશ્યક સેવાઓનાં પુરવઠા સંબઘિત અવર-જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજ-વસ્તુની ખરીદી માટે સવારે ૭.૦૦ થી સાંજે ૭.૦૦ કલાક સુઘી મુકિત આ૫વામાં આવે છે. જેમાં સોસ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે. ઉકત વિસ્તારો માટે નીચે મુજબની અમલવારી કરવાની રહેશે. (૧) આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે. (ર) આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. (૩) આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન–જાવનની પ્રવૃતિઓ ન થાય તે મુજબ નિયંત્રણ કરવામાં આવશે. (૪) Containment વિસ્તારમાં કરવાની થતી કાર્યવાહી અંગે ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા વખતો-વખત આ૫વામાં આવેલ તમામ સુચનાઓ/ ગાઇડલાઇનનું ચૂસ્ત ૫ણે પાલન કરવાનું રહેશે. // અમલવારીનો સમયગાળો // આ હુકમ તા.૨૩/૦૬/ર૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. // અપવાદ // ઉપર જણાવેલ વિસ્તારો માટે નીચે મુજબના અપવાદ લાગુ પડશે: • સરકારી ફરજ પરની વ્યક્તિઓ તથા વાહનો (સરકારી અને ખાનગી સહિત). • આ વિસ્તારમાંથી પસાર થતા તમામ માલ વાહક વાહનો • આ વિસ્તારમાં આવેલ આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તથા સસ્તા અનાજની દુકાનો • આવશ્યક ચીજ-વસ્તુઓનું વેચાણ-વિતરણ કરતા તેમજ વહીવટી તંત્ર ઘ્વારા ઇસ્યુ કરવામાં આવેલ પાસ ઘારકો // સજા // આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અઘિક્ષકશ્રી થી હેડ પોલીસ કોન્સ્ટેબલ સુઘીનો હોદ્દો ઘરાવનાર તમામ અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂઘ્ઘ આઈ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ દાખલ કરવા અઘિકૃત કરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application