Tapi mitra news:સોનગઢમાં સોમવારે બે વ્યક્તિઓને કોરોના થયો હોવાની વાયુવેગે પ્રસરેલી માહિતીએ નગરજનોમાં ફફડાટ ફેલાવી દીધો હતો,અફવાનો માહોલ ગરમાતા સુરત ખાતે દાખલ સોનગઢના બે સગા ભાઈઓના કોરોના ટેસ્ટ કરવામાં આવતા આજરોજ બંને જણાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.
સોનગઢમાં સોમવારે બે વ્યક્તિઓને કોરોના થયો હોવાની વાયુવેગે પ્રસરેલી માહિતીએ નગરજનોમાં ફફડાટ ફેલાવી દીધો હતો.જેનો મેસેજ સોશિયલ મીડિયામાં પણ ફરતા થયા હતા. જો કે,માહિતી અફવા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ રટણ કર્યું હતું. અફવાનો માહોલ ગરમાયો હતો. સોનગઢના રાણીઆંબા ગામના બે સગા ભાઈઓને શરદી ,ખાંસી અને તાવના લક્ષણો જણાતા સુરત યુનાઇટેડ ગ્રીન ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હોય તા.22 જૂન નારોજ બંને ભાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આજરોજ બંને ભાઈઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. કોરોના પોઝિટિવ બંને સગા ભાઈઓ સોનગઢ નગરમાં કરિયાણાનો સ્ટોર ચલાવતા હોય સ્ટોર માંથી ખરીદી કરનારાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે..
High light-સોનગઢના રાણીઆંબા ગામના બે સગા ભાઈઓને શરદી ,ખાંસી અને તાવના લક્ષણો જણાતા સુરત યુનાઇટેડ ગ્રીન ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હોય તા.22 જૂન નારોજ બંને ભાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આજરોજ બંને ભાઈઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application