Tapi mitra news:કોરોના સંક્રમણ બાદ લોકો ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન લેવા માટે દોડ મુકી છે. યોગી ચોકમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એડમિશન માટે લાંબી લાઈનો લાગી હતી.મંગળવારથી એડમિશન શરૂ થયા હોય રાત્રિથી લોકોએ લાઈનો લગાવી દીધી છે. કોરોના બાદ પ્રાઈવેટ સ્કૂલનો મોહ છોડી લોકોએ સરકારી સ્કૂલમાં એડમિશન માટે લાઈનો લગાવતાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. જયારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખે જણાવ્યુ હતું કે ,આ એક નવી શાળા હોવાથી અને લોકડાઉન બાદ લોકો ખાનગી શાળા છોડી આ સ્કૂલે ઉમટ્યા હોયો તેમ કહી શકાય પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે.
વરાછાના યોગીચોક વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળામાં એડમિશન લેવા પડાપડી થઈ છે. શાળામાં એડમિશન ફોર્મ સવારે આપવાના હતા પણ લોકો રાતથી લાંબી લાઇન લગાવી છે.સોશિયલ ડિસ્ટન્સ અમલના બદલે ધજાગરાં ઉડ્યાં હતા.મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નંબર ૩૪૮ માં પ્રવેશ મેળવવા લાંબી લાઇનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ જાવા મળ્યા છે.જેમાં અમુક માસ્ક વગર પર બેખૌફ બનીને ઉભેલા જોવા મળી રહ્યાં છે.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ હસમુખ પટેલએ જણાવ્યું હતું કે, જૂન મહિનામાં જ બિલ્ડીંગનો કબ્જો મળ્યો છે.મંગળવારથી ફોર્મ વિતરણ કામગીરી ચાલુ કરી છે.હાલ ધોરણ ૧ થી ૮ ગુજરાતી માધ્યમ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સંખ્યા બાદ શિક્ષકો અને કલાસરૂમની સંખ્યા નક્કી કરવામાં આવશે.બે દિવસ ફોર્મ વિતરણ કામગીરી ચાલશે. બાદમાં પ્રવેશ અપાશે.આ શાળામાં પણ તમામ નિયમો બીજી શાળા જેવા જ રહેશે.આ એક નવી શાળા હોવાથી અને લોકડાઉન બાદ લોકો ખાનગી શાળા છોડી આ સ્કૂલે ઉમટ્યા હોયો તેમ કહી શકાય પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application