Tapi mitra news:કોરોનાના કહેરમાં ભગવાન જગન્નાથ પણ બાકાત નથી રહ્યાં. સન ૧૯૯૪થી શરૂ થયેલી જહાંગીરપુરા ઇસ્કોનની રથયાત્રા સતત પચ્ચીસ વર્ષ વિનાવિઘ્ને યોજાયા બાદ આ વર્ષે નહીં નીકળે. જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા પ્રથમવાર રથયાત્રા ભક્તો વગર ફક્ત મંદિર પરિસારમાં ફરી હતી. રથને ખેંચતા પહેલા બધાએ અનિવાર્યપણે માસ્ક પહેરી પોતાને શુદ્ધ કર્યુ હતું. એ જ રીતે શહેરની સૌથી પ્રાચીન ગોડિયાબાવા મંદિરમાં ૫૯૧ વર્ષમાં પ્રથમવાર રથયાત્રા માત્ર બે શેરીઓમાં ફરી હતી.જ્યારે કતારગામના લંકાવિજય હનુમાન મંદિરમાં ૩૭ વર્ષ બાદ રથયાત્રા મંદિર સંકુલમાં પાલખીયાત્રા કાઢી હતી.પરિસરમાં બનાવેલા મૌસીના ઘરમાં ભગવાન રહેશે. ત્યારબાદ ૧ જુલાઈના રોજ ભગવાન પરત નિજમંદિરમાં પધરામણી કરશે.
કોરોના વાઈરસને કારણે વર્ષોથી નીકળતી રથયાત્રા મંદિર પરિસરમાં ફરાવવામાં આવી હતી. ખાસ કરીને ૧૯૯૪થી શરૂ થયેલી જહાંગીરપુરા ઈસ્કોન મંદિરની રથયાત્રા મંદિર પરિસરમાં ફરવવામાં આવી હતી. જેમાં પુજારી તેનો પરિવાર, કિર્તન મંડળી અને ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા. તમામે માસ્ક પહેરી પોતાને સેનિટાઈઝ કર્યા બાદ ભગવાન જગન્નાથનું રથ ખેચ્યુ હતું. આ તમામ રથયાત્રા અોનલાઈન ભક્તોએ નિહાળી હતી. અને ભગવાનના દર્શન કર્યા હતા. આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ઈસ્કોન મંદિરમાં ભક્તો આવ્યા હતા. મંદિરના ગેટ પાસે જ ઉભા રહીને ભગવાનના દર્શન કરી પાછા ફર્યા હતા. આ ઉપરાંત સુરત શહેરની સૌથી પ્રાચીન ગોડિયાબાવા મંદિરમાં ૫૯૧ વર્ષમાં પ્રથમવાર રથયાત્રા માત્ર બે શેરીઅો વચ્ચે ફરી પરત પોતાના મુળ સ્થાન પર ગઈ હતી. જેમાં મર્યાદિત સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્ના હતા. તેમજ કતારગામ લંકાવિજય હનુમાન મંદિર, પાંડેસરાની રથયાત્રા પણ મંદિર પરિસરમાં ફરી હતી. જેમાં પુજારી સહિતના અમુક ભક્તો ઉપસ્થિત રહ્ના હતા. મંદિર પરિસરમાં બનાવવામાં મૌસીના ઘરમાં જ ભગવાન રહેશે. અને ૧લી જુલાઈના રોજ ભગવાન પરત મંદિરમાં પધરામણી કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application