Tapi mitra news:સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૩૭૯૫ પર પહોંચી ગયો છે. જેમાં જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૩૬૪ છે. જ્યારે મૃત્યુઆંક ૬ થયો છે અને રિકવર થનાર દર્દીઓની સંખ્યા ૨૦૯ પર પહોંચી છે. હાલ ૧૨૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લામાં સૌથી વધુ જૂન માસમાં કેસ નોંધાયા છે. જૂન માસના ૨૩ દિવસમાં ૨૪૬ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. અનલોક-૧માં આંતર રાજ્યની અવર જવર તેમજ ઉદ્યોગ સહિતના એકમોને છુટછાટ આપવામાં આવી છે. જેના કારણે સંક્રમણમાં પણ વધારો થઈ રહ્યો છે. જૂન મહિનામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ જૂનના ૨૩ દિવસમાં ૨૪૬ નોંધાયા છે. એપ્રિલ મહિનામાં કોરોનાના ૨૮ કેસ નોંધાયા હતાં. મે મહિનામાં તે ત્રણ ઘણા એટલે કે ૯૦ કેસનો વધારો થઈ ૧૧૮ થયો હતો. જ્યારે જૂન મહિનાના ૨૩ દિવસમાં જ ૨૪૬કેસનો વધારો થયો છે. એટલે હાલ જિલ્લામાં ૩૬૪ કેસ નોંધાયા છે. સુરત શહેરને અડીને આવેલા ચોર્યાસી, ઓલપાડ અને કામરેજ તાલુકામાં સૌથી વધુ કેસો નોંધાયા છે.કોરોનાની મહામારીમાં જિલ્લામાં હાલ સુધી કુલ સંખ્યા ૩૬૪ થઈ છે. જ્યારે તેની સામે મરણાંક ૬ નોંધાયો છે. એપ્રિલ માસમાં ૧ મહિલા, મે માસમાં ૧ વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જ્યારે જૂન માસના ૨૩ દિવસમાં વધુ ૪ કોરોના પોઝિટિવ દર્દી મોતને ભેટતાં કુલ આંક ૬ પર પહોંચ્યો છે. જેમાં કામરેજમાં ૪ મોત નોંધાયેલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application