Tapi mitra news:કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા છેલ્લા ચાર દિવસથી વધવાના કારણે શહેરમાં ગભરાટ જોવા મળી રહયો છે. ચાર દિવસમાં લગભગ ૩૫૦થી વધુ કેસો નોધાતા પાલીકાની ઉંઘ હરામ થઇ ગઇ છે. મંગળવારે શહેરમાં અધધ ૫૪ કેસો આવતા પાલીકા માટે ચિંતા બની ગઇ છે. આ ઉપરાંત જીલ્લામાં પણ ૨૩ કેસો નોધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી ૩૭૯૫ કેસ નોધાયા છે. જયારે કોરોનાથી હમણાં સુધી ૧૪૩ લોકો મોતને ભેટી ચુકયા છે.
લોકો લોકડાઉન પુર્ણ થયા બાદ ઘરની બહાર નિકળી કામ ધંધે નિકળતાં કોવિડ ૧૯ની ગાઇડ લાઇન એટલે સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ , માત્ર ફેશન પુરતુ માસ્ક પહેરવુ અને વારંવાર હાથ ન ધોવાના કારણે સુરત શહેરમાં દિવસથી કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્ના છે. છેલ્લાં ૧૫ દિવસમાં ૧૫૦૦ થી વધુ કેસ નોધાયા હતા. જેના કારણે સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો મળતા પાલિકા તંત્રમાં ચિંતા દેખાઇ રહી છે. મંગળવારે બપોરના ૧૨ વાગ્યા સુધી અધધ નવા ૫૪ કેસો સામે આવતા તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. જીલ્લામાં પણ ૨૩ કેસો નોધાયા છે.જીલ્લામાં અત્યારે કુલ કેસ ૩૬૪નોધાયા છે. સુરતમાં અત્યાર સુધી ૩૭૯૫ કેસો થયા છે. તેની સામે ૨૪૩૯ લોકો સાજા પણ થયા છે. આમ ભારતમાં ડિસ્ચાર્જ અને રીકવરી રેટ સૌથી સારો રહ્ના છે. સુરતનો રીકવરી રેટ ૬૯ ટકા છે. આમ સુરત શહેરમાં કોરોનાથી અત્યાર સુધી ૧૪૩ ના મોત થયા છે. સાંજ સુધી કોરોના વાયરસનો આંક વધીને ૧૦૦થી વધુ થવાની શકયતા દેખાઇ રહી છે. સુરતમાં નોધાઇ રહેલા કેસોની વાત કરીએ તો કતારગામ ઝોન સૌથી હોટ ફેવરીટ ચાલુ રહ્ના છે. મોટે ભાગે રત્ન કલાકારોને ચેપ લાગી રહ્ના છે. સેન્ટ્રલ ઝોન , વરાછા એ , વરાછા બી અને ઉધના ઝોનમાં કેસો વધી રહ્ના છે. કતારગામ ઝોનમાં સુરત મહાનગર પાલિકાની તમામ ટીમો જાતરાઇ ગઇ છે. નવા નોધાયેલા કેસોમાં કતારગામ ઝોનના ૩૦ જેટલા રત્ન કલાકારોને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઉપરાંત કોરોના વોરીયર્સ , વેપારી વગેરે પણ સંક્રમણ થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application