Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાતિલ કોરોનાના કહેર વચ્ચે સુરતમાં નવા ૫૭ કેસ નોધાયા,શહેરમાં કુલ ૩૩૨૦ કેસ,૧૩૭ લોકો મોતને ભેટી ચુક્યા

  • June 22, 2020 

Tapi mitra news:કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા છેલ્લા ૧૫ દિવસથી વધવાના કારણે પાલિકા દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં સુરતમાં કેસોની સંખ્યા વધી રહી છે. સોમવારે  શહેરમાં અધધ ૫૭ કેસો આવતા પાલીકા માટે ચિંતા બની ગઇ છે. આમ સુરતમાં અત્યાર સુધી ૩૬૪૨ કેસ નોધાયા છે. જયારે કોરોનાથી હમણાં સુધી ૧૩૭ લોકો મોતને ભેટી ચુકયા છે. લોકો લોકડાઉન પુર્ણ થયા બાદ ઘરની બહાર નિકળી કામ ધંધે નિકળતાં કોવિડ ૧૯ની ગાઇડ લાઇન એટલે સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ, માત્ર ફેશન પુરતુ માસ્ક પહેરવુ અને વારંવાર હાથ ન ધોવાના કારણે સુરત શહેરમાં છેલ્લાં ૧૨ દિવસથી કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્યા છે. છેલ્લાં ૧૫ દિવસમાં ૧૫૦૦ થી વધુ કેસ નોધાયા હતા. જેના કારણે સુરતમાં  રેકોર્ડ બ્રેક કેસો મળતા પાલિકા તંત્રમાં ચિંતા દેખાઇ રહી છે. સોમવારે  બપોરના ૧૨ વાગ્યા સુધી અધધ નવા ૫૭ કેસ સામે આવતા તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. જીલ્લામાં અત્યારે કુલ કેસ ૩૨૨ નોધાયા છે. સુરતમાં અત્યાર સુધી ૩૬૪૨ કેસો થયા છે. તેની સામે ૨૩૭૯ લોકો સાજા પણ થયા છે. આમ ભારતમાં ડિસ્ચાર્જ અને રીકવરી રેટ સૌથી સારો રહ્યો છે. સુરતનો રીકવરી રેટ ૬૯ ટકા છે. આમ સુરત શહેરમાં કોરોનાથી અત્યાર સુધી ૧૩૭ ના મોત થયા છે. સાંજ સુધી કોરોના વાયરસનો આંક વધીને ૯૦થી વધુ થવાની શકયતા દેખાઇ રહી છે. સુરતમાં નોધાઇ રહેલા કેસોની વાત કરીએ તો કતારગામ ઝોન સૌથી હોટ ફેવરીટ ચાલુ રહ્યું છે. મોટે ભાગે રત્ન કલાકારોને ચેપ લાગી રહ્યા છે. સેન્ટ્રલ ઝોન, વરાછા એ, વરાછા બી અને ઉધના ઝોનમાં કેસો વધી રહ્યા છે.  કતારગામ ઝોનમાં સુરત મહાનગર પાલિકાની તમામ ટીમો જોતરાઇ ગઇ છે. નવા નોધાયેલા કેસોમાં કતારગામ ઝોનના ૨૫ જેટલા રત્ન કલાકારોને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યુ છે. આ ઉપરાંત કોરોના વોરીયર્સ, વેપારી વગેરે પણ સંક્રમણ થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application