વડોદરા:ઉછીના આપેલ નાણાં અંગે વિધવા મહિલા દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી બે દેણદારોએ ભેગા મળી આ મહિલાને ઈકો કારમાં અપહરણ કરી લુણાવાડા તરફ લઇ જઈ ગળા પર છરી ફેરવી મહિલાની હત્યા કરી નાખી હતી. આ મામલે ઉમરેઠ પોલીસે ગણતરીના સમયમાં મુખ્ય સૂત્રધાર સહિત બંને હત્યારાઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
ઉમરેઠમાં વિધવા મહિલા બિલ્કીશબાનુએ ઉમરેઠના મૈયુદ્દીન અલ્લાઉદ્દીન ચૌહાણ તેમજ મહંમદશાહિલ કાલુમીંયા ચૌહાણને ઉછીના નાણાં આપ્યા હતા. જેમાં મૈયુદ્દીન ચૌહાણને રૂ.૩૦ હજાર આપ્યા હતા. જે નાણાં અંગે બિલ્કીશબાનું વારંવાર ઉઘરાણી કરવા છતાં મૈયુદ્દીન ચૌહાણ પરત આપતો ન હતો. જેથી બિલ્કીસબાનુ દ્વારા બંને લેણદારો પાસે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. મૈયુદ્દીન ચૌહાણ અને મહંમદસાહીલ ચૌહાણ દ્વારા ગત ૧૬મીના રોજ લુણાવાડા ખાતે પોતાના સંબંધીના ઘરે નાણાં આપવાનું કહીને બંને જણાએ ઇકો કારમાં અપહરણ કર્યા બાદ લુણાવાડા તરફ લઈ જઈ ગળા પર છરી ફેરવી ગળું કાપી હત્યા કરી નાખી હતી. ઉમરેઠ પોલીસે ગણતરીના સમયમાં બંને હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે મૈયુદ્દીન ચૌહાણ અને મહમદસાહીલ ચૌહાણને શુક્રવારે ઉમરેઠ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application