Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે બિહારમાં કેસ દાખલ:સુશાંતસિંઘને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ

  • June 22, 2020 

મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ પોલીસે આ કેસમાં કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે અભિનેતા સુશાંતે આત્મહત્યા શા માટે કરી.આ દરમિયાન અભિનેત્રી રિયા ચક્રવર્તી માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. બિહારમાં સુશાંતની આ નજીકની મિત્ર રિયા સામે કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેત્રી રિયા ચક્રવર્તી પર મોટો આરોપ લગાવતા કહેવામાં આવે છે કે, તેણે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો. મુઝફ્ફરપુરના રહેવાસી કુંદન કુમારે રિયા ચક્રવર્તી પર આ મોટો આરોપ લગાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે 20 જૂન, શનિવારે સીજેએમ કોર્ટમાં પણ અરજી દાખલ કરી છે. આ મામલે 24 જૂને સુનાવણી થવા જઈ રહી છે. જો કુંદન કુમારનું માનીએ તો રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતનો જોરદાર ઉપયોગ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે,રિયાએ સુશાંતને માનસિક અને આર્થિક રીતે ત્રાસ આપ્યો છે. આટલું જ નહીં, કુંદનને એવું પણ લાગે છે કે જ્યારે રિયાની કારકિર્દી સેટ થઈ ગઈ, ત્યારે તેણે સુશાંતને છોડી દીધો હતો. તે જ સમયે, કુંદન કુમારના વકીલે પણ કંઈક આવું જ કહ્યું છે. તેઓ કહે છે-મારા ક્લાઈન્ટ સુશાંતના ઘણા મોટા ચાહક છે. તે આપઘાત કર્યા બાદથી ખૂબ જ પરેશાન છે. તેઓએ આઈપીસીની કલમ 306 અને 420 હેઠળ કેસ નોંધાવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application