નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે સીમા પર વધતા તણાવનો ગુસ્સો હવે દેશવાસીઓમાં વધતો જઈ રહ્યો છે. અનેક સંગઠનોએ આહ્વાન કર્યું છે કે ચીનને સૈન્ય મોરચા સાથે આર્થિક મોરચે પણ પાઠ ભણાવવું જરૂરી છે. શનિવારે ચીનના ઉત્પાદનોના બહિષ્કારના એજન્ડા સાથે ભારતીય ખેડૂત યુનિયન અને હિન્દુ રક્ષા દળના કાર્યકર્તાઓએ ચીની મોબાઈલ કંપની ઓપ્પો (Oppo)ની ગ્રેટર નોઇડા સ્થિત ફેક્ટરી બહાર પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ચીનના વિરોધમાં નારા લગાવ્યા અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના પૂતળાનું દહન પણ કર્યું હતું. હવે હિન્દુ રક્ષા દળના લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સેનાની કરતૂત બાદ દેશમાં ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ચીની કંપની વિરુદ્વ પ્રદર્શનો કરી રહ્યા છે. હિન્દુ રક્ષા દળના ડઝનો કાર્યકર્તાઓએ શનિવારે ગ્રેટર નોઇડા સ્થિત મોબાઈલ બનાવનારી કંપની ઓપ્પોની ઓફિસ બહાર પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ પોલીસે હિન્દુ રક્ષા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ ભૂપેન્દ્ર તોમર સહિત 30 લોકો વિરુદ્વ લોકડાઉન અને કલમ 144ના ઉલ્લંઘન બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પ્રદર્શનકારીઓએ ચીન વિરુદ્વ નારેબાજી પણ કરી હતી. 30 લોકો વિરુદ્વ હવે ઈકોર્ટે પહેલા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application