Tapi mitra news:કોવીડ-૧૯ના સંક્રમણને કારણે સરકારશ્રી દ્વારા "યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી" દ્વારા સૌ નાગરિકોને સોશ્યલ મીડિયાના માધ્યમથી ૨૧મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા માટે કરવામાં આવેલ અનુરોધને વધાવતા જિલ્લાની તમામ કચેરીના અધિકારી-કર્મચારીઓ તથા તેમના પરિવારજનોએ ઘરે રહીને જ શારિરીક/માનસિક રીતે સ્વસ્થ રહેવા વિવિધ યોગાસનો કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. "યોગ કરીશું,કોરોના હરાવીશુ"ના સંકલ્પ સાથે સરકારી અધિકારી-કર્મચારીઓએ કરેલી યોગની વિવિધ મુદ્રાઓના ફોટા સોશ્યિલ મીડિયા ઉપર શેર કર્યા હતા. જિલ્લાની તમામ સરકારી કચેરીઓના અધિકારી/ કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ શાળા, કોલેજના વિદ્યાર્થીઓ, લોકો તથા સમાજ શ્રેષ્ઠીઓએ સહિત ૫૨૫૪૬ કુટુંબો અને ૧૧૭૪૧૬ લોકોએ વિશ્વ યોગ દિવસની યોગ નિદર્શન દ્વારા ઉજવણી કરી હતી.વિશ્વ યોગ દિવસે જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીએ સૌ નાગરિકોને ૨૧મી જૂન વિશ્વ યોગ દિવસની રાજ્ય સરકારના ઘરે જ રહી પરિવાર સાથે "યોગ કરીશું, કોરોનાને હરાવીશું" જનજાગૃતિ અભિયાન અંતર્ગત કોરોના સામેની લડાઈમાં યોગ એ અમોઘ અને શકિતશાળી શસ્ત્ર સાબિત થશે એવા દઢ વિશ્વાસ સાથે યોગના મહત્વને ઉજાગર કરતી યોગિક ક્રિયાઓને દૈનિક જીવનમાં અપનાવી તંદુરસ્ત તથા સુખમય જીવન માટે જિલ્લા વાસીઓને શુભકામાના પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application