Tapi mitra news:ફોરેસ્ટ કર્મચારીઓ ઉપર હુમલો કરી છેલ્લા ૧૧ માસથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે.
તાપી જિલ્લા પોલીસવડા એન.એન.ચૌધરી તથા ડીવાયએસપી આર.એલ.માવાણી નાઓએ જિલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે આધારે ડી.એસ.લાડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી-તાપી નાઓ સ્ટાફના માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા ડ્રાઇવમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે સોનગઢ પોલીસ મથકે રજીસ્ટર થયેલ ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી અમરસિંગભાઈ દિલીપભાઇ વસાવા રહે,સાતકાસી મંદિર ફળિયું તા.સોનગઢ જી.તાપી નાનો સોનગઢ વાણીયા ફળિયામાં ચાલતા મકાનના મજૂરી કામના મજૂરો પાસે ઉભેલ હોવાની બાતમીના આધારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અમરસિંગ વસાવાની ખાત્રી કરી પૂછ પરછ હાથ ધરી હતી.ફોરેસ્ટ કર્મચારીઓ ઉપર હુમલો કરવાના પ્રકરણ છેલ્લા ૧૧ માસથી નાસતો ફરતો હોવાની કબૂલાત કરી હતી.ઝડપાયેલા આરોપીને સોશ્યિલ ડિસ્ટન્સ હેઠળ રાખી સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ વધુ તપાસ અર્થે સોંપવામાં આવ્યો છે. છેલ્લા ૧૧ મહિનાથી ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application