Tapi mitra news:ગંગાધરા-ચલથાણ રેલવે લાઈન વચ્ચે બે વર્ષના બાળક સાથે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે.જેને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.આ અંગે બારડોલી રેલવે પોલીસ સ્ટેશને બનાવ રજીસ્ટર કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
બારડોલી રેલવે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર તા.19 જૂન નારોજ બપોરના સમયે ચલથાણ અને ગંગાધરા રેલવે સ્ટેશન વચ્ચે અપ રેલ્વે લાઇન પર એક અજાણી મહિલાએ આશરે બે વર્ષના એક બાળક સાથે માલગાડી આગળ પડતું મૂકી દીધું હતું. જેમાં બંનેનું ટ્રેનની અડફેટે કપાઈ જવાથી સ્થળ પર જ મોત નીપજયું હતું.બનાવ અંગે બારડોલી રેલવે પોલીસ સ્ટેશને અકસ્માત મોત બનાવ રજીસ્ટર કરવામાં આવ્યો છે. મહિલા અને બાળકની ઓળખ થઈ શકી નથી.મૃતક મહિલા પાતળા બાંધાની, રંગે ઘઉંવર્ણની, ઊંચાઈ 5ફૂટ 2 ઇંચ અને લાલ તથા કાળા રંગની ડિઝાઇન વાળી સાડી તથા લાલ કલરનું બ્લાઉઝ પહેરેલ છે.જ્યારે બાળક પાતળા બાંધાનું, રંગે ઘઉંવર્ણનું, જેણે પીળા રંગનું અડધી બાયનું શર્ટ અને ભૂરા રંગની જીન્સની ચડ્ડી પહેરેલ છે.પોલીસે મૃતકોના વાલી વારસદારોની શોધખોળ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application