તાપી જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝીટીવ દર્દીનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. જેને લઇ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.
જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.૧૯મી નવેમ્બર નારોજ જિલ્લાના સાતેય તાલુકામાં સાંજ સુધીમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જિલ્લામાં કોરોના દર્દીઓના કુલ ૩૮૯૮ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૩૭૬૫ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૭ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૧૩૦ દર્દીઓના મોતને ભેટી ચુક્યા છે. હાલ જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના ૩ કેસ એક્ટિવ છે.
કોરોના પોઝીટીવ દર્દીના ક્યાં કેટલા કેસો નોંધાયા ??
- વાલોડ તાલુકો – કુલ ૭૯૭ કેસો
- વ્યારા અને ડોલવણ તાલુકો – કુલ ૧૫૯૪ કેસો
- સોનગઢ તાલુકો – કુલ ૯૪૫ કેસો
- ઉચ્છલ તાલુકો – કુલ ૨૧૬ કેસો
- નિઝર અને કુકરમુંડા તાલુકો – કુલ ૩૪૬ કેસો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application