Tapi mitra news:સુરત જિલ્લામાં કોરોનાનો કેર દિવસે દિવસે વધુ વકરી રહ્યો છે. શુક્રવારના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 21 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. કામરેજમાં એક જ દિવસમાં સાત કેસ સાથે એક 72 વર્ષીય વૃધ્ધાનું કોરોનાથી મોત થયું હતું. કામરેજમાં કોરોનાથી આ ત્રીજું મોત છે. બારડોલીની વાત કરવામાં આવે તો બારડોલીને અડીને આવેલ તેન ગામની સુરજ નગર સોસાયટીમાં બે દિવસ પહેલા અમદાવાદથી આવેલી 38 વર્ષીય મહિલાને છેલ્લા ચાર પાંચ દિવસથી લક્ષણ જણાતા આરોગ્ય વિભાગ દ્વારા તેણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક મહિલાને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેમજ આજુબાજુના વિસ્તારના 37 લોકોને હોમ ક્વોરોંટાઇન કરવામાં આવ્યા હતા. બીજી તરફ હરીપુરા (કડોદ)ગામમાં પણ 44 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મહિલા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. બે ત્રણ દિવસથી શંકાસ્પદ લક્ષણો જણાતા તેણીએ સ્મીમેરમાં જ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેમને કોરોના હોવાનું જાણવા મળ્યું હતું. આ મહિલાને પણ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, અને તેમના વિસ્તારમાં રહેતા 22 લોકોને હોમ ક્વોરોંટાઇન કરવામાં આવ્યા હતા. જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના કામરેજમાં સૌથી વધુ 7, ઓલપાડમાં 5, બારડોલીમાં 2, પલસાણામાં 6 અને ચોર્યાસીમાં 1 મળી કુલ આંક 289 પર પહોંચ્યો હતો. કામરેજમાં શુક્રવારે આવેલા નવા 7 કેસ પૈકી એક કેસ લાજપોર જેલમાંથી લાવવામાં આવેલ લિસ્ટેડ બુટલેગર બાબુ મારવાડીનો સમાવેશ થાય છે. એલસીબી ચોકી પર ગુનાના કામ અર્થે લાવ્યા બાદ તેનો રિપોર્ટ કરાવતા કોરોના પોઝીટીવની પુષ્ટિ થઈ હતી. આથી પોલીસ બેડામાં પણ ગભરાટ ફેલાય ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application