Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શેરબજાર ડબ્બા ટ્રેડીંગના નુકશાનીના રૂ.૨૧ લાખ વસૂલવાના પ્રકરણમાં ત્રણ પકડાયા

  • June 20, 2020 

Tapi mitra news;સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર પાસે શેરબજાર ડબ્બા ટ્રેડીંગના નુકશાનીના રૂ.૨૧ લાખ વસૂલવા તેના ઘરે કારમાં આવી રત્નકલાકાર અને તેની પત્નીને સ્ટીક બતાવી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર પિતા-પુત્ર સહિત ત્રણની સરથાણા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. મૂળ અમરેલીના વતની અને સુરતમાં નાના વરાછા શ્યામધામ ચોક સંગના સોસાયટી ઘર નં.૧૩૯ માં રહેતા ૨૫ વર્ષીય રત્નકલાકાર જીગ્નેશ સવજીભાઇ કાનાણી પાસેથી શેરબજાર ડબ્બા ટ્રેડીંગના નુકશાનીના રૂ.૨૧ લાખની માંગણી ઓનલાઇન ટ્રેડીંગનો વ્યવસાય કરતા અને મુળ અમરેલીના વતની હાલ મોટા વરાછા રોયલ રેસીડેન્સીની બાજુમાં મધુસુદન હોમ્સમાં રહેતા પિતા-પુત્ર ૪૮ વર્ષિય પરેશભાઈ ભીખુભાઈ ગજેરા  અને ૨૫ વર્ષિય રુચીત પરેશભાઈ ગજેરા છેલ્લા કેટલાક સમયથી કરતા હતા. તે રકમ જ વસૂલવા ગત બપોરે ૧૨.૩૦ કલાકે પિતા-પુત્ર તેમની કારમાં પ્રાઇવેટ નોકરી કરતા મુળ ભાવનગરની વતની હાલ   મોટા વરાછાઆનંદધારા સોસાયટી વિ-૧માં રહેતા ૨૫ વર્ષિય જય પ્રકાશભાઈ ભાલાળા સાથે આવ્યા હતા.ત્રણેયે સ્ટીક સાથે જઈ જીગ્નેશભાઈની પત્નીને સ્ટીક બતાવી તેમજ જીગ્નેશભઇ અને તેના પત્નીને ગાળો બોલી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે જીગ્નેશભાઈએ ૧૦૦ નંબર ઉપર જાણ કરતા સરથાણા પોલીસ મથકની પીસીઆર વાન સ્થળ ઉપર પહોંચી હતી અને પિતા-પુત્ર સહિત ત્રણને ઝડપી પાડી બાદમાં જીગ્નેશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application